માર્ચમાં દેશની નિકાસ ૧૧ ટકા વધીને ૩૨.૫૫ અબજ ડોલર, આયાત ૧.૪૪ ટકા વધીને ૪૩.૪૪ અબજ ડોલર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫

માર્ચમાં દેશની નિકાસ ૧૧ ટકા વધીને ૩૨.૫૫ અબજ ડોલરે પહોંચી ગઇ છે. ફાર્મા, કેમિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉંચી વૃદ્ધિને કારણે કુલ નિકાસ વધી છે. 

સરકારે આજે જારી કરેલા આંકડા મુજબ માર્ચમાં આયાત ૧.૪૪ ટકા વધીને ૪૩.૪૪ અબજ ડોલર રહી હતી. જો કે માર્ચમાં નિકાસ વધવાને કારણે વેપાર ખાધ ઘટીને ૧૦.૮૯ અબજ ડોલર થઇ છે. માર્ચ, ૨૦૧૮માં વેપારખાધ ૧૩.૫૧ અબજ ડોલર હતી. 

માર્ચમાં સોનાની આયાત ૩૧.૨૨ ટકા વધીને ૩.૨૭ અબજ ડોલર રહી હતી. ક્રૂડ ઓઇલની આાયાત ૫.૫૫ ટકા વધીને ૧૧.૭૫ અબજ ડોલર રહી હતી. 

સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં નિકાસ ૯ ટકા વધીને ૩૩૧ અબજ ડોલર રહી હતી. ૨૦૧૮-૧૯માં આયાત ૮.૯૯ ટકા વધીને ૫૦૭.૪૪ અબજ ડોલર રહી હતી. 

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વેપાર ખાધ વધીને ૧૭૬.૪૨ અબજ ડોલર રહી જે ૨૦૧૭-૧૮માં ૧૬૨ અબજ ડોલર હતી.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પેટ્રોલિયમ સેક્ટરમાં ૨૮ ટકા, પ્લાસ્ટિક સેક્ટરમાં ૨૫.૬ ટકા, કેમિકલ સેક્ટરમાં ૨૨ ટકા, ફાર્મા સેક્ટરમાં ૧૧ ટકા અને એન્જિનિયરિંગ સેક્ટરમાં ૬.૩૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

એપ્રિલ, ૨૦૧૮થી માર્ચ, ૨૦૧૯ સુધીમાં ઓઇલની આયાત ૨૯.૨૭ ટકા વધીને ૧૪૦.૪૭ અબજ ડોલર રહી હતી. જ્યારે ઓઇલ સિવાયની આયાત ૨.૮૨ ટકા વધીને ૩૬૬.૯૭ અબજ ડોલર રહી હતી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GgLu29
via Latest Gujarati News

Post a Comment

0 Comments