(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાની દિલ્હી, પંચકૂલા અને સિરસામાં આવેલી ૩.૬૮ કરોડ રૃપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.
આ કાર્યવાહી આવકથી વધુ સંપત્તિ રાખવાના કેસમાં કરવામાં આવી છે. ચૌૈટાલાની સ્થિર મિલકતો ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ(પીએમએલએ) હેઠળ ટાંચમાં લેવામાં આવી છે.
આવકથી વધુ સંપત્તિ રાખવાના કેસમાં સીબીઆઇએ ઓમપ્રકાશ ચૌૈટાલા, તેમના પુત્રો અજય ચૌટાલા અને અભય ચૌટાલા વિરુદ્ધ દાખલ કરેલી એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
ઇડીના જણાવ્યા અનુસાર સીબીઆઇની તપાસમાં જાણવા મળ્યું હતું કે ચૌટાલાએ મે, ૧૯૯૩થી મે, ૨૦૦૬ સુધીમાં ૬.૦૯ કરોડ રૃપિયાનું મિલકતોનું સર્જન કર્યુ હતું. જે તેમની આવક કરતા વધુ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UDx7ij
via Latest Gujarati News
0 Comments