
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ આન આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. કેજરીવાલે જણાવ્યુ કે જો ભાજપ ફરી વખત સત્તામાં આવશે તો તેના માટે નાત્ર રાહુલ ગાંધી જ જવાબદાર હશે.
આમ આદમી પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના લોન્ચિંગ વખતે તેમણે આ વાત કહી હતી. તેમણે વધુમાં આ અંગે જણાવ્યુ છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનું આમ આદમી પાર્ટીનું કોઇ સ્વપ્નન નહોતું પરંતુ ગઠબંધન વડે તેઓ દેશને બચાવવા માંગતા હતા.
તેમણે જણાવ્યુ કે અમે અમારા તરફથી આ માટેના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે હવે જો ભાજપ ફરી વખત સત્તમાં આવશે તો તેના માટે એક વ્યક્તિ જવાબદાર હશે, અને તે રાહુલ ગાંધી છે. રાહુલને ટોણો મારતા કેજરીવાલે કહ્યુ કે ગઠબંધન કંઇ ટ્વિટર પર નથી બનતું. તેના માટે ગંભીરતાથી સાથે મળી વિચારવું પડે છે.
લોકોની વચ્ચે જઇને ભાષણ આપવાથી કોઇ સમસ્યા હલ નથી થતી. પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપ દ્વારા દિલ્હીની કોલેજો અને દિલ્હી સરકારની નોકરીઓમાં ૮૫ ટકા સીટો સ્થાનિક લોકો માટે અનામત રાખવાનું વચન આપ્યું છે. ઉપરાંત દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની પણ વાત કરી છે.
કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે વાત કરતા કેજરીવાલે જણાવ્યુ કે આપ કોંગ્રેસની બધી શરતો માનવા તૈયાર હતું પરંતુ છેલ્લી ઘડીએ તેમણે નિર્ણય બદલી નાખ્યો. તેમણે દિલ્હીમાં સીટ શેરીંગની જે ફોર્મ્યુલા રજુ કરી હતી તે પ્રમાણે તેમની હાર પણ નિશ્ચિત હતી. કોંગ્રેસને હિંદુઓનો એક પણ મત મળવાનો નથી, જ્યારે મુસ્લિમ મતદારો પણ દુવિધામાં જ છે.આ વખતે દિલ્હીની સાત સીટો સરકાર બનાવવામાં મહત્વવની ભુમિકા ભજવશે તેવો કેજરીવાલે દાવો કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pxwwcm
via Latest Gujarati News
0 Comments