
વાયુસેનાના છમાંથી પાંચ હુમલાએ બરાબર નિશાન સાધ્યું હતું એર સ્ટ્રાઈકમાં વાયુસેનાના 6000 સૈનિકોની મદદ લેવાઈ હતી
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈકનો અહેવાલ તૈયાર કર્યો હતો. તે પ્રમાણે જો વાયુસેનાને કેટલીક ટેકનિકલ મર્યાદા નડતી ન હોત તો આતંકવાદીઓ ઉપર કરેલા પ્રહારનું પરિણામ વધુ ઘાતક અને અસરકારક હોત.
વાયુસેનાના અહેવાલ પ્રમાણે એર સ્ટ્રાઈકની તૈયારી કરવા માટે વાયુસેનાના ૬ હજાર સૈનિકોની એક યા બીજી રીતે મદદ લેવામાં આવી હતી. પાકિસ્તાનની વાયુસેના હાઈએલર્ટ ઉપર મૂકાયેલી હતી એટલે ભારતીય વાયુસેના પાસે ખૂબ ઓછો સમય હતો. ભારતે આતંકવાદીઓની ઈમારત ઉપર કુલ ૬ પ્રહાર કર્યા હતા, એમાંથી પાંચ પ્રહાર નિશાના ઉપર પડયા હતા. જોકે, વાયુસેનાએ કહ્યું હતું કે ઈમારતને પૂરેપૂરી ધ્વસ્ત કરી શકાઈ ન હતી.
વાયુસેના કહેવા પ્રમાણે બહુ જ વાદળછાયું વાતાવરણ હતું અને જ્યારે બોમ્બવર્ષા થઈ ત્યારે ઈઝરાયેલની હવામાંથી જમીન ઉપર પ્રહાર કરતી મિસાઈલ ક્રિસ્ટલ મેજ લોંચ કરવામાં આવી ન હતી, તે કારણે ટાર્ગેટ હિટ થાય ત્યારે જે લાઈવ વિડીયો બને તે બન્યો ન હતો. જોકે, ટેકનિકલ મર્યાદાના કારણે વિડીયો બન્યો ન હતો. વળી, ભારત પાસે રફાલ જેવા વિમાનોનો અભાવ હતો ને રશિયન બનાવની એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ અત્યારે ઉપલબ્ધ ન હોવાથી ઘણી મર્યાદા નડતી હતી.
વાયુસેનાએ એવી સ્પષ્ટતા કરી ન હતી કે એર સ્ટ્રાઈકની હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજ લેવામાં આવી છે કે નહીં. અગાઉ પુરાવા તરીકે ભારતે સેટેલાઈટ ઈમેજ રજૂ કરી હતી.વાયુસેના કહ્યું હતું કે સ્પાઈસ ૨૦૦૦ ગ્લાઈડની સાથે ક્રિસ્ટલ મેજને પણ લોંચ કરવાનો પ્લાન હતો, પરંતુ અતિશય વાદળો હોવાથી એ શક્ય બન્યું નહીં.
આ મિસાઈલ અગાઉથી નક્કી કરેલા જીપીએસ મેપના આધારે ટાર્ગેટ ઉપર પ્રહાર કરી શકે છે.વાયુસેનાના આ અહેવાલમાં પોઝીટીવ અને નેગેટિવ એમ બંને પાસાનું મૂલ્યાંકન થયું હતું. ધ લેસન લર્ન નામના અહેવાલમાં ભારતીય વાયુસેના પાસે અમુક હથિયારોનો અભાવ છે તે પણ નોંધ કરાઈ હતી. વિડીયો ન ઉતારી શકાયો તેને પણ નેગેટિવ પોઈન્ટ્સમાં ગણાવાયો હતો. ભવિષ્યમાં આવું ઓપરેશન પાર પાડવાનું થાય તો મદદ મેળવી શકાય એવા હેતુ સાથે આ રીપોર્ટ તૈયાર કરાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vkgh8X
via Latest Gujarati News
0 Comments