
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
રાજકીય રીતે જેઓ અમારી વાત સાથે સમંત થતા નહતા તેમને ભાજપે ક્યારે પણ 'રાષ્ટ્ર વિરોધી' અથવા દુશ્મન ગણ્યા નહતા, એવી ટીપ્પણી કર્યાના બીજા દિવસે ભાજપ માર્ગ દર્શક મંડળના વરિષ્ઠ સભ્ય અને લોકસભાની ચૂંટણી લડવાથી વંચિત રખાયેલા મુરલી મનહોર જોશી આજે તેમના ઘનિષ્ઠ સાથી અને માર્ગદર્શક મંડળના સભ્ય એલ.કે. અડવાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.
અડવાણીની ટીપ્પણીનું મહત્ત્વ એટલા માટે છે કે બાલાકોટ હુમલા પછી વડા પ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમીત શાહે વિરોધ પક્ષો પર 'રાષ્ટ્ર વિરોધી' વિરોધી હોવાના આક્ષેપો કરતા હતા. સૂત્રોએ કહ્યું હતું કે જોશી સીધા અડવાણીના નિવાસસ્થાને ધસી ગયા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. જો કે બંનેમાંથી કોઇએ પણ શું વાતચીત થઇ તે અંગે કશું જ કહ્યું નહતું.
ઉલ્લેખનીય છે કે અડવાણી અને જોશી ભાજપના એવા સભ્યો છે જેમને આ વખતે લોકસભાની ચૂંટણી લડવા ટિકિટ અપાઇ નથી. ૯૧ વર્ષના અડવાણી અને વરિષ્ઠ નેતા જોશી ભાજપના સ્થાપક સભ્યો પૈકીના છે.અડવાણી તો ૧૯૯૧થી ગાંધીનગરથી સતત છ વખત ચૂંટાયા હતા.
મુરલી મનોહર જોશીને કાનપુરથી લોકસભા લડવા ટિકિટ અપાઇ નથી. તેમણે તો એમ કહીને ભાજપના ડખો જાહેર કરી દીધો હતો કે મને ભાજપના વરિષ્ઠ સભ્ય અને સંઘના નેતા રામ લાલે મને એમ કહ્યું હતું કે પક્ષને નેતૃત્વે મારે ચૂંટણી નહીં લડવી જોઇએ તેવું જાહેર કરવું જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WLlh2c
via Latest Gujarati News
0 Comments