ભાજપ અને કોંગ્રેસનો ઢંઢેરો: મોદી સેન્ટ્રીકનો કોઇ અર્થ નથી..



કોઇ પણ ઉત્સાહ બતાવ્યા વગર કે કોઇ ઉજવણી વિના ૮ એપ્રિલે ભાજપે તેનો ચૂંટણી  ઢંઢેરો બહાર પાડયા ેછે. વિનમ્રતા એ ભાજપનો ગુણ નથી. એક તમિળેે મશ્કરી કરી છે કે સવારના નાસ્તામાંથી જે ઇડલી વધી હોય તેમાંથી ઉપમા બનાવવાની વાત એટલે ભાજપનો ચૂંટણી  ઢંઢેરો.

કહે છે કે કોઇ પણ વાનગીના વખાણ તેના સ્વાદ ઉપરથી થાય છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર પડયાના ૧૨ દિવસ પછી અને તે ટોક ઓફ ધ ટાઉન બન્યા પછી ભાજપનો ઢંઢેરો બહાર પડયો છે. વડાપ્રધાન મોદીએ તેમની સ્પીચ દરમ્યાન કોઇને કોઇ રીતે કેાંગ્રેસના ઢંઢેરાનો ઉલ્લેખ કર્યો છે.

તે વાંચ્યા વિના બોલતા હતા અને જુઠ્ઠું બોલતા  લગ્ગીરેય શરમાતા નહોતા. મને લાગે છે કે ભાજપના કોઇ નેતાએ તેમને એવું કહેવા માટેની  હિંમત ભેગી કરવી પડશે કે કોંગ્રેસનો ઢંઢેરો પણ વાંચવો જોઇએ.

ભાજપની ગપ્પાબાજી

ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પડયા પછી તે ટોકિંગ પોઇન્ટ બની શક્યો નથી. તેમાં રહેલી ટાઇપીંગની એરર ને નજર અંદાજ કરી શકાય પરંતુ પોતાના ડોક્યુમેન્ટ તરફ કોઇ આટલા એરોગન્ટ કેવી રીતે બની શકે ?ગપ્પાબાજીના કેટલાક મુદ્દા અહીં આપ્યા છે.

- ૫૦ કરોડ લોકો હેલ્થ ઇનસ્યોરન્સના લાભ લે છે થેંક્સ ટુ આયુષ્યમાન ભારત. જેનો લાભ લેવાઇ રહ્યો છે. ( હકીકત એ છે કે આયુષ્યમાન ભારત હોસ્પિટલનો ખર્ચ ભોગવે છે. ૪ ફેબુ્રઆરી સુધીમાં ૧૦,૫૯,૬૯૩ લોકોએ લાભ લીધો છે. તેમણે હોસ્પિટલમાં સારવાર લીધી છે.)

- બીન સંગઠીય ક્ષેત્રના ૪૦ કરોડ લોકો પેન્શન કવરેજમાં આવી શકશે. ( હકીકત એ છે કે  આ સ્કીમ હેઠળ ૨૮,૮૬,૬૫૯ લોકોએ નાંમ નોંધાવ્યા છે. પ્રથમ હપ્તો ૨૦૩૯માં ચૂકવવાનો આવશે. કોઇને આનો લાભ નજીકના કે દૂરના ભવિષ્યમાં તેનો લાભ મળવાનો નથી.

- હવે આપણે ૯૯ ટકા સ્વચ્છતા તરફ પહોંચ્યા છીએ. હકીકત એ છે કે મોટા ભાગના ટોયલેટ ઉતાવળે બંધાયા છે. લોકોને ટોયલેટ વાપરવાની ટેવ નથી એટલે કેટલાક વપરાશ વિનાના પડયા છે તો કેટલાક પાણીના અભાવે પડી રહ્યા છે. બેઝવાડા વિલ્સન કહે છે કે ટોયલેટ સાથે જોડાયેલી પાણીની ટેન્ક વગેરેની સફાઇની સમસ્યાઓ છે.

- નાના શહેરોમાં યુવાનો ઉદ્યોગ સાહસિક બની શકશે કેમકે ...થેક્સ ટુ મુદ્રા યોજના ( હકીકત એ છે કે મુદ્રા લોનની એવરેજ સાઇઝ ૪૭,૫૭૫ રુપિયા છે આટલી રકમમાં તો એક પણ જોબ ક્રિયેટ ના થઇ શકે)

- ઉત્તર પૂર્વના વિસ્તારો એક યા બીજી રીતે દેશના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે.. હકીકત એ છે કે નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન અને સિટીઝન શીપ (એમેન્ડમેન્ટ) ઉત્તર પૂર્વના રાજ્યોને ભારતના અન્ય રાજ્યોથી દુર રાખે છે. સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં ક્યારેય નહોતો એવો અવિશ્વાસ આ રાજ્યો ધરાવે છે.

- નોટબંધી અને જીએસટી જેવાં પગલાં આપણી સરકારે લીધેલા ઐતિહાસીક પગલાં છે. ( હકીકત એ છે કે નોટબંધીએ ભારતના અર્થતંત્રને ડામાડોળ કરી નાખ્યું છે. જ્યારે જીએસટીના કારણે વેપાર ધંધાઓ ખાસ કરીને મીડીયમ અને સ્મોલ સ્કેલને મોટો ફટકો પડયો છે.)

આટલા ઉદાહરણો પૂરતા છે. આપણે હવે ચૂંટણી ઢંઢેરા કેવીરીતે બને છે તે જોઇએ. ભાજપના ઢંઢેરાના ચેરમેન રાજનાથસિંહે કહ્યું હતું કે અમે કરોડો લોકોને મળ્યા હતા એટલેજ ઢંઢેરાને લોકોની ઇચ્છા પ્રમાણેનો છે એમ જણાવ્યું હતું. જો કે તેમનો આ દાવો છેલ્લા ફકરામાં ખુલ્લો પડી ગયો હતો. તેમાં લખ્યું હતું કે આ આઇડયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે. ભાજપના ઢંઢેરામાં અને કોંગ્રેસના ઢંઢેરામાં આ ફેર છે.

નેશનલ સિક્યોરીટી અને ઇન્ટરનલ સિક્યોરીટીના મુદ્દે વાત કરીએ  તો ભાજપે એમ કહ્યું કે લશ્કરી દળોને વધુ મજબુત બનાવવા માંગીએ છીએ અને શસ્ત્રનું ઉત્પાદન ભારતમાં કરવા માંગીએ છીએ. દરેક સરકાર આવું કરવા માંગતી હોય છે. ડેટા સિક્યોરીટી, સાયબર સિક્યોરીટી, ફાયનાન્સીયલ સિક્યોરીટી , કોમ્યુનિકેશન સિક્યોરીટી કે ટ્રેડ રુટ પર સિક્યોરીટી વગેરેનો કોઇ ઉલ્લેખ કરાયો નથી.

કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ભાજપે કિસાનોની બમણી આવક વાળું વચન પાળી બતાવ્યું નથી . ફરી તેનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ બમણી આવકનું વચન સિધ્ધ કરવા કોઇ પ્લાન બતાવ્યો નથી.

શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો ભાજપે વચનો રીપીટ કર્યા છે. જેમકે સ્માર્ટ શિક્ષણ,  વધુ કેન્દ્રીય વિધ્યાલયો, નવોદયા વિધ્યાલયો વગેરે. જ્યારે કોંગ્રેસે રાઈટ  ટુ એજ્યુકેશન એક્ટનું અમલીકરણ, શિક્ષણ માટે વધુ ફાળવણી તેમજ ૧૦-૧૨માં ફરજીયાત વોકેશનલ ટ્રેનીંગની વાત કરી છે.

ઉકેલ માગતો કોયડો
આ બંને ઢંઢેરામાં ફર્ક એ છે કે મોદીને કેન્દ્રમાં રાખીને બનાવેલો છે તો બીજો પ્રજાને કેન્દ્રમાં રાખીને બનાવેલો છે. છેલ્લે મારે એ કહેવું છે કે કોંગે્રસે તેની ન્યાય સ્કીમમાં વર્ષે ૩.૬લાખ કરોડ ખર્ચવાનું કહ્યું છે અને પાંચ કરોડ પરિવાર સુધી પહોંચવાની વાત કરી છે .

બીજી તરફ ભાજપ એમ કહે છે કે કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે ૨૫ લાખ કરોડ રોકીશું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૧૦૦ લાખ કરોડ રોકવાનું કહ્યું છે. આમ ૨૫લાખ અને ૧૦૦ લાખ મળીને ૧૨૫ લાખ કરોડ થાય છે. જો તેને પાચ વર્ષથી ભાગવામાં આવે તો વર્ષે ૨૫ લાખ કરોડ થાય છે . જ્યારે કોંગ્રેસ તો માત્ર ૩.૬લાખ કરોડ ખર્ચવા માંગે છે. શું મોટંુ ?૨૫લાખ કરોડ કે ૩.૬લાખ કરોડ?



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gdm1qc
via Latest Gujarati News

Post a Comment

0 Comments