નેતાઓનો વાણી વિલાસ, લોકસભા ચૂંટણી પ્રચાર અતી નિમ્ન સ્તરે પહોંચ્યો


મહિલા નેતાનું અન્ડરવેર, નેતાના પિતાના ડીએનએ, રાબડીને ઘૂંઘટમાં રહેવાની સલાહ, ઉર્મિલાને સુંદરતાને કારણે ટિકિટ જેવા શરમજનક નિવેદનો 

નવી દિલ્હી, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર

આ વખતની લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન નેતાઓ ભાન ભૂલી રહ્યા છે અને મનફાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા અંગે શરમજનક નિવેદન આપ્યું હતું અને તેમના અન્ડરવેર અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જોકે આ વખતે વિવાદિત નિવેદનો માટે માત્ર આઝમ ખાન જ નહીં યોગી આદિત્યનાથ, માયાવતી, કમલનાથ પણ વિવાદોમાં આવ્યા હતા. 

જ્યારે બીજી તરફ એવા પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે કે આ પ્રકારના અપમાનજનક નિવેદનો જાણી જોઇને આયોજન પૂર્વક કરવામાં આવતા હોય છે, બીજાને અપમાનીત કરીને પોતાનું કદ વધારવા માટે નેતાઓ આવુ કરતા હોય છે તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

બિહારમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિનિ ચોબેએ કહ્યું હતું કે રાબડી દેવીએ ઘૂંઘટમાં જ રહેવું જોઇએ. અન્ય એક ભાજપના નેતા વિનય કટીયારે અતી નિમ્ન કક્ષાનું નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે શું સોનિયા ગાંધી એ પુરાવા આપી શકશે કે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ છે. તેમના આ નિવેદનની ભારે ટીકા થઇ હતી.

આ પહેલા કટિયારે પ્રિયંકા ગાંધી અંગે પણ અપમાનજનક નિવેદન કર્યું હતુંં.  અભિનેત્રી ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાયા તેના થોડા સમય બાદ મંુબઇના સાંસદ ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ઉર્મિલાને લોકસભાની ટીકીટ એટલા માટે આપી છે કેમ કે તે દેખાવમાં સુંદર છે. જ્યારે ઉર્મિલાને ટ્રોલ પણ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક કોમવાદી નિવેદનો પણ નેતાઓ કરતા હોય છે

. હાલમાં જ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને બીએસપી સુપ્રીમો માયાવતી પર થોડા કલાકો માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. વિવાદિત નિવેદનોને પગલે આ કાર્યવાહી કરાઇ હતી. થોડા દિવસ પહેલા જ કેરળ ભાજપના વડા પીએસ શ્રીધરણે કહ્યું હતું કે મુસ્લિમોને ઓળખવા હોય તો તેમના કપડા ઉતારવા જોઇએ. તેમના આ નિવેદનની ભારે ટીકા થઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZfdQT4
via Latest Gujarati News

Post a Comment

0 Comments