છત્તીસગઢમાં નકસલીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફનો જવાન શહીદ


(પીટીઆઇ) રાયપુર, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

છત્તીસગઢમાં નકસલવાદીઓની અથડામણમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)નો એક જવાન શહીદ થયો છે અને અન્ય એક ઘાયલ થયો છે તેમ પોલીસે જણાવ્યું છે. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ધમતરી જિલ્લાના ચામેડા ગામના જંગલમાં આ અથડામણ એ સમયે શરૃ થઇ હતી જ્યારે સીઆરપીએફની ૨૧૧ બટાલિયન અને ડિસ્ટ્રિક્ટ ફોર્સની સંયુક્ત ટીમ નકસલ વિરોધી અભિયાન માટે બહાર નીકળી હતી. 

આ સંયુક્ત ટીમમાં સીઆરપીએફના ૫૦ જવાનો અને ડિસ્ટ્રિક્ટ ફોેર્સના દસ જવાનો સામેલ હતાં. રાયપુરથી ૧૫૦ કિમી દૂર આવેલા ચામેડામાંથી જ્યારે સુરક્ષા દળોના જવાનોની ટીમ પસાર થઇ રહી હતી ત્યારે નકસલવાદીઓએ ગોળીબાર કરતા અથડામણ શરૃ થઇ હતી. ઉલ્લેખનીય છે કે ગઇકાલે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નકસલવાદીઓના હુમલામાં બીએસએફના ચાર જવાનો શહીદ થયા હતાં અને બે જવાનો ઘાયલ થયા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uwseqx
via Latest Gujarati News

Post a Comment

0 Comments