ઇસબગોલ વાયદાના શ્રીગણેશ : ધૂમ સોદા સાથે ચાર ટકાની સર્કિટ અમલી

અમદાવાદ/ ઊંઝા, તા. 15 એપ્રિલ, 2019,સોમવાર

ડાયમન્ડના વાયદા વેપાર બાદ આઇઆઇએક્સે હવે અગ્રી કોમોડિટીમાં ઝંપલાવ્યું છે. માત્ર એક ટનની નાની વોલ્યુ સાઇઝ સાથે આજે ઇસબગોલમાં ખરીદ વેચાણમાં ૫૦- ૫૦ ટનના ફ્યુચર સોદાનો એક કરોડનું ટર્નઓવર સાથે વાયદો શરૂ થયો થતા પ્રારંભિક તબક્કે ખરીદીના સોદા વધતા ભાવ ઉછળતા ચાર ટકાની સર્કિટ સાથે વાયદાની શરૂઆત થઈ છે.

ઘોડાજીરૂ તરીકે જાણીતા ઇસબગોલમાં સૌ પ્રથમવાર ફ્યુચર ટ્રેડ એટલે કે વાયદો શરૂ થયો છે. અત્યાર સુધી માત્ર ઊંઝાના હાજર બજારમાં વેપાર થતા હતા અને મોટે ભાગે ૯૫ ટકા માલની નિકાસ થતી હતી. ઊંઝામાં અગાઉ ૨૦૦૪માં જીરા વાયદાની પણ ઊંઝામાંથી શરૂઆત થઈ હતી અને ઇસબગોલ વાયદાની પણ ઊંઝામાં ૨૦૧૯થી શરૂઆત થઈ હતી અને ઇસબગોલ વાયદાની પણ ઊંઝામાં ૨૦૧૯માં શરૂઆત થઈ છે.

ઇસબગોલનો વાયદો ગઈકાલે ૯૭ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી બંધ ભાવથી આજે ખુલતા ખરીદીનું પ્રમાણ લેવાલી વધતા ભાવો પ્રતિ કિલોએ ૧૦૦ રૂપિયાથી ઉપર જતાં પ્રતમ તબક્કે ચાર ટકાની સર્કિટ લાગતા વાયદો બંધ થઈ ગયો હતો.

ઇસબગોલના વાયદામાં આજે ઊંઝા ઉપરાંત અમદાવાદ, જોધપુર, મુંબઈથી વેપારીઓએ રસ દાખવ્યો હતો. 

ઇસબગોલના જુન- જુલાઈ- ઓગસ્ટનો વાયદો ખૂલ્યો છે. શરૂઆતમાં ખરીદ- વેચાણમાં ૫૦- ૫૦ ટકાના સોદા સાથે એક કરોડનો કારોબાર શરૂઆત થઈ છે પછી વાયદો બંધ થયો ત્યારે ૩૫ ટનના સોદા ઉભા રહ્યા હતા.

ઇસબગોલના હાજર બાદ વાયદા વેપારમાં ફેક્ટરીવાળાઓ હાલમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. વાયદામાં ક્વોલિટી બાબતે કોઈ સ્પષ્ટતા નહિ થવાથી વેપારી દ્વિધામાં છે. જો કે સ્ટોકિસ્ટોએ રસ દાખવ્યો છે પરંતુ ઇસબગોલનો વાયદો વેપારીઓ તથા ખેડૂતોને કેટલો ફળે તે આગામી સમયમાં નક્કી થાય તેમ છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v6tBxV
via Latest Gujarati News

Post a Comment

0 Comments