મુંબઈ,તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ભાવ બેતરફી વધઘટે અથડાતા હતા. સિંગતેલના ભાવ હાજરમાં ૧૦ કિલોના રૂ.૯૯૫ના મથાળે સૂસ્ત હતા. મથકો નરમ હતા. રાજકોટ બાજુ સિંગતેલના ભાવ રૂ.૯૬૦થી ૯૭૫ વાળા આજે રૂ.૯૪૦થી ૯૫૦ હતા. જ્યારે ત્યાં ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૩૦થી ૧૫૫૦ વાળા રૂ.૧૫૨૦થી ૧૫૪૦ હતા. સિંગદાણામાં ઉંચા મથાળે નવી નિકાસમાગ રુંધાતા ઉડાઉડ તેજી અટક્યાના સમાચાર હતા. નાફેડના વેચાણ પર બજારની નજર હતી.
મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૭ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે૬૫૦૦ ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૨૫થી ૮૫૦ તથા ઉંચામાં રૂ.૯૩૦થી ૯૪૦ રહ્યા હતા. સિંગદાણામાંહવે આવતા મહિને ઉનાળું નવા પાકની આવકો કેવી આવે છે તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે મલેશિયામાં પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૧૯,૨૩, ૧૩ તથા ૧૨ પોઈન્ટ નરમ હતો. જયારે ત્યાં પામ પ્રોડકટના ભાવ શાંત હતા. ક્રૂડતેલના ભાવ ઉંચા જવા છતાં વિશ્વબજારમાં ખાદ્યતેલોના ભાવ નરમ રહેતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૪થી ૧૬ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૩થી ૪ પોઈન્ટ પ્લસમાં હતા. ઓવરનાઈટ ટ્રેન્ડમાં સોયાખોળનો વાયદો ૫થી ૧૧ પોઈન્ટ નરમ હતો જ્યારે સોયાબીનનો વાયદો ૬૬ પોઈન્ટ ગબડયાના સમાચાર હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૭૪થી ૮૦ પોઈન્ટ ગબડયા હતા.
મુંબઈ હાજર બજારમાંઆજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવૌલા રિસેલના રૂ.૬૧૫તથા જેએનપીટીના ૬૧૧ હતા. રૂ.૬૧૦થી ૬૧૫માં પામતેલના વિવિધ ડિલીવરીઓના વેપાર આશરે ૩૦૦થી ૪૦૦ ટનના થયા હતા. દરમિયાન ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૩૬ વાળા ૫૩૫ હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૩૯.૬૦ તથા રૂ.૫૩૭.૮૦ વચ્ચે અથડાઈ સાંજે રૂ.૫૩૯ હતા. સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૩૮.૮૦ રહ્યા પછી ઉછળી રૂ.૭૪૮.૫૦ થઈ સાંજે રૂ.૭૪૭.૫૦ હતા.
મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ વાળા રૂ.૬૯૫ જ્યારે રિફા.ના રૂ.૭૩૫ હતા.સનફલાવરના ભાવ રૂ.૭૧૦ તથા રિફા.ના રૂ.૭૬૫ જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૭૫૫ તથા કોપરેલના ૧૦કિલોના રૂ.૧૧૮૦ હતા.મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ ૭૫૦ હતા. રાજકોટ બાજુકોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫થી ૭૦૮ હતા.
મુંબઈ દિવેલના ભાવ આજે ઝડપી ઉછળી ૧૦ કિલોના કોમર્શિયલના રૂ.૧૨૦૩, એફએસજીના રૂ.૧૨૧૩ હતા. જ્યારે એફએસજી કંડલાના ભાવ ઉછળી રૂ.૧૧૯૩ રહ્યા હતા. મુંબઈહાજર એરંડાના ભાવરૂ.૫૬૫૦ વાળા ઉછળી ૫૮૬૫ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોયાતેલ તથા સોયાબીનના વાયદાઓ નોંધપાત્ર ગબડયા પછી હવે બજારઓવરસોલ્ડ ઝોનમાં આવી ગઈ છે અનેઆ નીચા ભાવોએ વેચાણો કપાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
આઈટીએસના જણાવ્યા મુજબ મલેશિયાથી પામતેલની કુલનિકાસ ચાલુમહિનાના પ્રથમ ૨૫ દિવસમાં ૪થી ૫ ટકા વધી છે. ઘરઆંગણે મધ્ય-પ્રદેશ બાજુ સોયાબીનની આવકોસવારે ૪૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં ભાવ રૂ.૩૭૦૦થી ૩૭૭૫ તથા પ્લાન્ટના રૂ.૩૭૭૫થી ૩૮૫૦ હતા.
દરમિયાન, ઘરઆંગણે આજે એરંડા વાયદા બજારમાં ભાવ વધ્યા મથાળેથી સાંજે રૂ.૪૪ તથા ૩૬ નરમ બોલાયા હતા. સીપીઓ વાયદાના ભાવ રૂ.૧.૮૦ થી૩.૨૦ ઉંચા તથા સોયાતેલ વાયદાના રૂ.૩.૬૦ તથા રૂ.૧.૧૫ ઉંચા હતા. અમેરિકામાં શિકાગો બજારમાં આજે સાંજે પ્રોજેકશનમાં ભાવ સોયાબીન તથા સોયાતેલના પ્લસમાં હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VwWAK8
via Latest Gujarati News
0 Comments