સ્પેશ્યિલીટી કેમિકલ બેન્ઝોફીનોન વિશે માહિતી

મહાત્મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં રંગભેદની સમસ્યા સર્જાઈ હતી. કાળા-ગોરાના ભેદભાવે હાલના બ્રિટીશરોના વડવાઓએ અપમાનિત કર્યા હતા. છેલ્લા સમાચાર પ્રમાણે ચેનલ ફોર ટીવીના રિયાલીટી શોમાં શિલ્પા શેટ્ટીને પણ અપમાનિત કરવામાં આવી હતી. આજે પણ ચામડીના રંગ અને દેખાવના કારણે અશ્વેત લોકોને એટલે કે ઘઉંવર્ણી કાયાના રૂપાળા ચહેરા હોય તો પણ ધોળીયાઓનાં તિરસ્કાર અને અપમાનનો ભોગ બનવું પડે છે.

કાળા-ગોરાના ભેદભાવની સમસ્યા વર્ષો પહેલાં પણ હતી અને આજે પણ છે. જે ધોળીયા લોકો ચામડીના રંગો પાછળનું વિજ્ઞાાન જાણતા હોય તો કદાચ, રંગભેદની સમસ્યા જ પેદા ન થઈ હોત.

નૃવંશશાસ્ત્રીના અભિપ્રાય પ્રમાણે માનવીની શરીર પરની ચામડીના રંગોની વિવિધતા પાછળ ઘણા પરિબળો કામ કરે છે. શરીરની ચામડીના રંગોમાં માનવી કયાં સ્થાન ઉપર વસે છે તેના ઉપર આધાર રાખે છે. જેમ કે ધુ્રવ પ્રદેશમાં વસતા લોકોની ચામડી ગોરી અને પાતળી હોય છે. જ્યારે વિષુવવૃત્ત પ્રદેશના વતનીઓ અશ્વેત અથવા અત્યંત શ્યામવર્ણી હોય છે.

ત્વચાશાસ્ત્રીના નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે ચામડીના રંગ સૂર્યનાં પારજાંબળી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિએશન પર આધારિત હોય છે. જેમ કે જ્યાં બારેમાસ સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાંના વતનીઓ અશ્વેત અથવા શ્યામ વર્ણ ધરાવતા હોય છે. જ્યાં સૂર્યના કિરણો સમપ્રમાણ એટલે કે ઓછા પ્રકારમાં હોય છે. ત્યાંના વતની ગૌરવર્ણી હોય છે. આ બન્ને બાબતોમાં પોષક તત્વોની રાસાયણિક પ્રક્રિયા પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

ચામડીને રંગ આપતા રંગકણો-પિગ્મેન્ટસનો આધાર વસવાટ તેમજ તે કયા ફીલ્ડમાં કામ કરે છે તેના ઉપર વધારે આધારિત હોય છે. જેમકે ખુલ્લી જગ્યામાં એટલે કે ખેતરોમાં કામ કરતા લોકોની ચામડી શ્યામવર્ણી અને જાડી હોય છે. પરંતુ શ્યામવર્ણી ચામડી વધારે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય છે.

પ્રોટેક્ટેડ ચામડી જેમકે ઘરમાં કે ઓફિસમાં બેસી રહેવું અથવા પ્રોટેક્ટેડ કોમ્સેટિક ફોર્મ્યુલેટેડ સ્કીન-કેર (યુવી એબ્સોર્વર) લગાડીને બહાર જતી વ્યક્તિ લગભગ ગૌરવર્ણ ધરાવતી હોય છે. તેવા જ પ્રોટેક્ટેડ સ્કીન-કેર કોસ્મેટિક ફોર્મ્યુલેશનમાં વપરાતા સ્પેશિયાલીટી કેમિકલ જેવા કે બેન્ઝોફીનોન-૧, બેન્ઝોફીનોન-૨, બેન્ઝોફીનોન-૩, બેન્ઝોફીનોન-૪ પ્રકારના ઈનગ્રેડીઅન્ટ કોસ્મેટિક તેમજ અલગ અલગ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાય છે. તે વિશે.

* બેન્ઝોફીનોન - ૧ : કેમિકલ કમ્પોઝીશન-૨, ૪ હાઈડ્રોક્સી બેન્ઝોફીનોન

* મોલેક્યૂલર વેઈટ - ૨૧૪

* એપ્લીકેશન: પોલિસ્ટાઈરીન એન્ડ અનસેચ્યુરેટેડ પોલિસ્ટર, કોટિંગ, વારનિસ, લેકર, કોટિંગ બેઝડ ઓન ઈપોક્સી, ફીનોલીક આલ્કાઈડ એન્ડ ક્લોરો સલફોનેટેડ.

પ્રેસચુર સેન્સીટિવ એઘેસિવ, થર્મોપ્લાસ્ટીક રબ્બર, આલ્કોહોલ બેઝડ કોસ્મેટિક, એઝ યુવી  લાઈટ એબ્સોર્બર.

સ્પેસિફીકેશન:

એપિરીયન્સ: વાઈટ અથવા લાઈટ યેલો ક્રિસ્ટલાઈન પાવડર.

પ્યોરિટી: ૯૯%

મેલ્ટીંગ પોઈન્ટ : ૧૪૩ સેં.ગ્રેડ

હેવી મેટલ: ૫ પી.પી.એમ.

* બેન્ઝોફીનોન-૨ : કેમિકલ નામ - ૨, ૨', ૪, ૪' - ટેટ્રાહાઈડ્રોક્સી બેન્ઝોફીનોન, મોલ્યૂકર વેઈટ ૨૪૬, ૨૨.

એપ્લીકેશન: રો-મટિરીયલ ઓફ યુવી ઓબ્સોર્વર ઈન કોસ્મેટિક, પ્લાસ્ટીક.

સ્પેફિકેશન:

એપિરીયન્સ - લાઈટ યલો ક્રિસ્ટલાઈન પાવડર.

પ્યોરિટી - ૯૯%

મેલ્ટીંગ પોઈન્ટ - ૧૯૫ સે.ગ્રેડ

બેન્ઝોફીનોન-૩: કેમિકલ નામ - ૨ હાઈડ્રોક્સી-૪ મેથોક્સી બેન્ઝોફીનોન. મોલ્યૂકર વેઈટ - ૨૨૮.૨૪.

* બેન્ઝોફીનોન - ૩: કેમિકલ નામ - હાઈડ્રોક્સી-૪ મેથોક્સી બેન્ઝોફીનોન. મોલ્યૂકર વેઈટ - ૨૨૮-૨૪.

એપ્લીકેશન: યુવી એબ્સોર્બર

બેન્ઝોફીનોન-૪ - કેમિકલ નામ-૨ હાઈડ્રોક્સી - ૪ મેથોક્સી બેન્ઝોફીનોન-૫, સલફોનિક એસિડ.

મોલેક્યૂલર વેઈટ ૩૦૮. ૩૦૫૨

* એપ્લીકેશન: અલ્ટ્રાવાયોલેટ એબ્સોર્બર ઈન કોસ્મેટિક, પ્લાસ્ટીક.

લાઈસન્સ: ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂર બને છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gr1EGn
via Latest Gujarati News

Post a Comment

0 Comments