
વિશ્વ બજારમાં ડોલર નરમ પડતા સોનામાં તેજીનો રંગ દેખાવા લાગ્યો છે. અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં ૮/૧૦ ડોલર પ્રતિ ઔંસનો ઉછાળો નોંધાયો છે. બુધવારે લંડન બજારમાં સોનું ૧૩૦૫.૭૦ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થવા લાગ્યું અને મંદીને તિલાંજલી મળી હોય તેવું વાતાવરણ ઊભું થયું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડની વ્યાજ વધારાની નીતિની ટીકા કરતા ફેડના વ્યાજ વધારાને આ વર્ષે નહીં વધારે તેવી તેઓની એફઓએમસી ફેડરલ ઓપન માર્કેટ કમિશનની મિટિંગમાં નિર્ણય લેતાં ડોલર નરમ પડયો અને સોનાની તેજીને ગતિ સાંપડી છે. જોકે સપ્તાહના અંતે ભાવ નીચા ઉતરી ૧૨૯૨ ડોલર રહ્યા હતા.
યુરોપીયન સેન્ટ્રલ બેંકો પેોતાની નાણાંકીય નીતિમાં કશો મોટો ફેરફાર નહીં કરે અને ફેડ આ વર્ષે વ્યાજ વધારશે નહીં એવા સમાચારે સોનાની ચમકમાં ઉમેરો કર્યો અને ભાવોમાં લગભગ ૮થી ૧૦ ડોલર પ્રતિ ઔંસની તેજી આવી અને સોનાએ ૧૩૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડીને બુધવારે ૧૩૦૫.૭૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કર્યો.
ચીન તથા ભારત સાથે સાથે રશિયા, કઝાકીસ્તાન, હંગેરી, તુર્કી, પોલાન્ડ વિગેરે દેશોની સેન્ટ્રલ બેન્કો સાથે સાથે યુરોપીયન યુનિયનની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી ચાલુ રાખતા સોનાના ભાવમાં એક પ્રકારનો કરન્ટ આવ્યો અને સોનું ધીમી ગતિએ ઉંચકાયું.
એનાલીસ્ટો તથા ચાર્ટીસ્ટો જણાવે છે કે આ વર્ષે સોનું ૧૩૫૦ ડોલર પ્રતિ ઔંસના ભાવનો પ્રતિકાર કરીને ૧૪૦૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવશે. સોનાના ઉત્પાદન કરતા સોનાની માંગ વધતા સોનું ઉંચકાશે. ન્યુયોર્કના કોમેક્સ બજારમાં સટ્ટોડિયાઓ લાંબાગાળાની પોઝીશન વધારી રહ્યા છે.
ત્યારે વિશ્વનું સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (એસપીડીઆર) પોતાના અનામત સોનાના જથ્થામાં ૩ ટકાનો ઘટાડો કર્યો છે. પરંતુ લાંબા ગાળે એસપીડીઆર સોનાની ખરીદી વધારશે સોનાની ખાણના ઉત્પાદકો પોતાની ખાણોને વિકસાવવા તથા ઉત્પાદન વધારવા નવી કેપીટલની શોધ કરી રહ્યા છે.
આમ ઈન્ટરનેશનલ મોનીટરીના રિપોર્ટમાં વૈશ્વિક નાણાકીય વિકાસ ધીમો પડયો છે તેની જાહેરાત બાદ સોેનામાં તેજી આવી છે અને બુધવારે રાત્રે ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં ૧૩૦૯.૭૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરે છે. એકંદરે સોનામાં ધીમી તેજી આવશે. વૈશ્વિક ચાંદી બજારમાં સોના પાછળ ચાંદીમાં પણ ધીમો સુધારો જોવા મળ્યો છે.
ચાંદીના ભાવમાં બે વર્ગના જુદા જુદા મત પડે છે. એક વર્ગ એવું માને છે કે ચાંદીનું ઉત્પાદન વધશે અને માગ સામે પુરવઠો વધતા ચાંદીના ભાવોમાં મોટો સુધારો નહીં આવે ત્યારે બીજો વર્ગ માને છે કે ચાંદીનું ઉત્પાદન બાય પ્રોડકટ તરીકે ભલે વધે પરંતુ નવા નાણાં ક્ષેત્રમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો હોવાથી માંગ પણ વધશે અને ચાંદીની અછત વર્તાતા ચાંદીનો ભાવ ૨૫ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દેખાડે તો નવાઈ નહીં અમુક ચાંદીની ખાણ વાળા નવા પ્રોસેસહાઉસ સ્થાપીને સ્માર્ટફોન, ઈેલેક્ટ્રોનિક્સ તથા કમ્પ્યુટરનો ભંગાર એકઠ્ઠો કરીને ચાંદી કાઢવાની પ્રક્રિયામાં રીસાઈકલીંગ કરીને ચાંદીનું ઉત્પાદન વધારશે અને ચાંદીની માંગને સંતોષશે.
સોલાર પેનેલમાંથી પણ રીસાઈકલીંગ કરીને ચાંદીનું ઉત્પાદન થશે અને તે ચાંદી ઉત્પાદનની આ પ્રક્રિયા માટે નવું ક્ષેત્ર ઊભું થયું છે અને ચાંદીના ખાણનું ઉત્પાદન માટે જંગી કેપીટલની જરૂરત પડે છે તે મોટા નાણાની જરૂરત આ રીસાઈકલીંગ પ્રોસેસ માટે જરૂરત ન રહે અને મર્યાદીત કેપીટલમાં ચાંદીનું ઉત્પાદન થઈ શકે.
ન્યુયોર્કના કોમેક્સ બજારમાં ચાંદીના લાંબા ગાળાના સૌદાઓમાં વધારો થઈ રહ્યો છે જે સંકેત આપે છે કે એકંદરે ચાંદી ૧૮૦૦ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ દાખવશે સ્થાનિક સોના બજારમાં ગુડી પડવા બાદ સોનાની લેવાલી નીકળતા સોનામાં તેજી આવી. ઉપરાંત વેપારીઓ તથા રોકાણકારો સોનાના નીચા ભાવે સોનું ખરીદવા આવી રહ્યા છે.
અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં રૂ.૨૫૦ પ્રતિ ૧૦ ગ્રામના ઉછાળો આવ્યો છે. અને સોનું વગર બિલમાં રૂ.૩૨૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ તથા બીલમાં રૂ.૩૨૨૫૦ + ટેક્સ એટલે રૂ.૩૩૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થાય છે. ત્યારે વાયદો રૂ.૩૨૧૦૬ અને ઉપલો વાયદો રૂ.૩૨૩૫૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થાય છે શો-રૂમમાં ઘરાકી સળવળી છે અને અખાત્રીજમાં માંગ વધતાં સોનું રૂ.૩૩૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવને આંબશે.
ડોલર સામે રૂપિયાની વધઘટ હોવાને કારણે આયાતકારો સોનાના ભાવ નક્કી કરે છે ત્યારે જ ડોલર અને અને રૂપિયાનો વિનિમય દર નક્કી કરીને સોનાની આયાત કરે છે.
જાુના સોનાના દાગીનાની આવક સોનાના ભાવો વધતા વધશેની આશા સેવાય છે. એકંદરે સોનાની આવતા બે મહિના તેજી જ રહેશે.
સ્થાનિક બજારમાં સોનાનો પુરવઠો દાણચોરી તથા આયાતથી તો મળે છે પરંતુ એમએમટીસી અને સ્ટેટ બેન્કના લિલામમાંથી પણ સોનાનો પુરવઠો પ્રાપ્ત થાય છે તેમાં શીરપુરની રીફાઈનરી એ મંગળવારે ૨૭ કિલો સોનું બજારમાં વેંચ્યું તે પ્રમાણે રીફાઈનરીઓ પણ ડોરેગોલ્ડ બાદ મંગાવીને સોનાનો પુરવઠો બજારમાં ઠાલવે છે. એકંદરે સોનામાં તેજી રહેશે અને ભાવો રૂ.૩૩૫૦૦ની સપાટી વટાવે તો નવાઈ નહી.
સ્થાનિક ચાંદી બજારમાં અઠવાડિયા દરમિયાન સોનાની તેજી પાછળ ચાંદીમાં પણ ઉછાળો નોંધાયો અને ચાંદીનો ભાવ રૂ.૩૮૮૦૦ પ્રતિ કિલો થયો અને ચાંદીમાં રૂ.૪૦૦ પ્રતિ કિલોનો વધારો નોંધાયો.
વાયદા બજારમાં ચાંદીનો ભાવ રૂ.૩૭૭૦૦ પ્રતિ કિલો અને ઉપલો વાયદો રૂ.૩૮૪૦૦ પ્રતિ કિલો ક્વોટ થતા ચાંદીમાં તેજીનો સંકેત મળે છે.
જાુની ચાંદીની આવક સાધારણ છે આયાતકારો મર્યાદિત ચાંદી મંગાવે છે અને વાયદાના ભાવ કટના રૂ.૨૦૦ પ્રતિ કિલોના નીચેના ભાવે વેંચે છે. શો-રૂમમાં ઘરાકી સાધારણ છે પણ આવતા બે મહિના ઘરાકી સારી રહેશે તેવું વેપારીઓ માને છે. એકંદરે ચાંદીમાં મંદી નથી અને ચાંદીનાં ભાવો રૂ.૩૯૫૦૦ પ્રતિ કિલોની દીશા પકડે.
- બુલિયન બિટ્સ
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UCmhZW
via Latest Gujarati News
0 Comments