
(પીટીઆઈ) સુલતાનપુર, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
ઉત્તર પ્રદેશમાં ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ એક મુસ્લીમ સભાને સંબોધિત કરતી વખતે ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેમણે પોતે જીતવાના જ છે તેવો વિશ્વાસ દર્શાવીને જો મત નહીં મળે તો ભવિષ્યમાં કામ નહીં થાય તેમ કહ્યું હતું.
ઉત્તર પ્રદેશની સુલતાનપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ મુસ્લીમ સમાજને જાહેરમાં ધમકી આપીને તેમના મતની માંગણી કરી હતી. મુસ્લીમ વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતી વખતે મેનકા ગાંધીએ પોતે ચૂંટણી જીતી રહ્યા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે જ તેમાં સાથ આપવાની માંગણી કરીને જો મત નહીં મળે તો ભવિષ્યમાં કોઈ મદદ નહીં કરવામાં આવે તેવી ધમકી ઉચ્ચારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્પષ્ટપણે મત નહીં મળે તો કામ નહીં થાય તેવું કહીને પોતે મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ નથી માટે બદલો લેશે તેમ કહેતા સંભળાય છે.
મેનકા ગાંધીએ તેમના ફાઉન્ડેશન દ્વારા મુસ્લીમ સંસ્થાઓ માટે ૧,૦૦૦ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તે વિસ્તારના મુસ્લીમ લોકોને ભવિષ્યમાં તેમની જરુર પડવાની છે માટે અત્યારથી પાયો નાખવા કહ્યું હતું. તેમણે કહ્યું કે જો પરિણામ વખતે તમારા બૂથમાંથી માંડ ૫૦ કે ૧૦૦ મત જ ગણાશે તો ભવિષ્યમાં તમને જરુર પડશે ત્યારે હું મદદ નહીં કરું. આ ઉપરાંત તેમણે પીલીભીત વિસ્તારની કોઈ પણ વ્યક્તિને મેનકા ગાંધીએ ત્યાં કેવું કામ કર્યું છે તે પુછીને ખાતરી કરવા કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KwgU9U
via Latest Gujarati News
0 Comments