
નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
તાજેતરમાં પુરી થયેલા ૯૧ લોકસભાની અને ચાર વિધાનસભાની ચૂંટણીમાં અનેક જગ્યાએથી ખામીયુક્ત EVMની, વીવીપેટની ખરાબીની અને અનેક જગ્યાએથી મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થવાની ફરિયાદો મળી હતી.
કેટલીક જગ્યાએથી તો મતદારોની આંગળી પર મતદાન પછી મૂકવામાં આવતી શાહી પણ તરત જ ભુંસાઇ જતી હોવાની ફરિયાદો મળી હતી. આંઘ્ર પ્રદેશમાં ૩૮૦ કરતાં વધારે બુથમાં ખામીયુક્ત EVMના કારણે લોકોને મત આપ્યા વિનાજ ઘરે પાછા ફરવું પડયું હતું.
પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો, આસામ, અરૃણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકસભાની ચૂંટણીના અનેક મતદારોના નામ યાદીમાં હતા જ નહીં.
ઉત્તર પ્રદેશમાં ગાઝીઆબાદ, નોઇડા અને તેલંગાણામાં અનેક વિસ્તારોમાં પણ મતદારોએ તેમના નામ યાદીમાં નહીં હોવા અંગે ફરીયાદ કરી હતી. ભાજપે આ અંગે કોઇ જ ફરિયાદ કરી નહતી જ્યારે કોંગ્રેસના પ્રવકતા પ્રણવ ઝાએ કહ્યું હતું કે નામ ગાયબ થઇ જવા, મશીનો ખરાબ થવા અને શાહી ભુંસાઇ જવા જેવી બાબતો ગંભીર છે.
'અમે અનેક વખતે ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કંઇ કરવામાં આવ્યું નથી'એમ ઝાએ કહ્યું હતું. જો કે સૌથી મોટો વિવાદ તો શાહીના ભુંસાઇ જવાનો હતો.
ગુરૃવારે અનેક લોકોએ દાવો કર્યો હતો કે મતદાન પછી આંગળી પર મૂકાતી શાહી સરળતાથી ભુંસી શકાતી હતી. એક મહિલા મતદારે શાહીને દૂર કરી નેલપોલીશ લગાડી હતી. એક છાપાના તંત્રીં ટ્વિટ કરીને લખ્યું હતું કે ભીની રૃથી મેં શાહીને દૂર કરી હતી.
ચૂંટણી પંચે સરકારી માલીકીની મૈસુર પેઇન્ટ્સમાંથી શાહીની ૨૬ લાખ બોટલો મંગાવી હતી. જે શાહીનો ઉપયોગ કરાયો હતો તે સેન્ટ્રલ લેબ દ્વારા પ્રમાણિત હોય છે. 'મતદાન અધિકારી પાસેથી આ અંગે અહેવાલ મંગાવાવમાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે આ શાહીને પ્રમાણીત કરાઇ હતી'એમ નાયબ ચૂંટણી કમિશનર ચંદ્ર ભુષણે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UXVbf0
via Latest Gujarati News
0 Comments