
(પીટીઆઈ) ભુવનેશ્વર, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની હવાઈ ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપનારા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન ટૂંક સમયમાં જ ફરીથી ફરજ પર તૈનાત થશે.
જો કે સુરક્ષાના કારણોસર તેમની શ્રીનગર એરબેઝમાંથી બદલી કરવામાં આવી છે અને તેઓ પશ્ચિમી સેક્ટરના મહત્વના એરબેઝમાં પોતાની સેવા આપશે. ભારતીય વાયુ સેનાના બે અધિકારીઓ સાથેની વાતચીત બાદ જાણવા મળ્યું છે કે અભિનંદન આગામી ટૂંક સપ્તાહોમાં જ ફરીથી ફાઈટર પ્લેન ઉડાવી શકશે. જો કે આ માટે પહેલા તેમણે બેંગાલુરુ ખાતે આવેલી એરોસ્પેસ મેડિસિન સંસ્થામાં થોડા ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
ગત ૨૭ ફેબુ્રઆરીના રોજ પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-૧૬એ ભારતીય વાયુ સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો ભારતીય વાયુ સેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પોતાના મિગ વિમાનની મદદથી પાકિસ્તાનના એફ-૧૬ને પાડી દીધું હતું પરંતુ આ ઘર્ષણમાં તેઓ પીઓકેમાં ફસાઈ ગયા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ હતી.
જો કે જિનીવા સંધિથી મજબૂર પાકિસ્તાને ૬૦ કલાકમાં જ અભિનંદનને ભારત પરત મોકલી આપ્યા હતા. આવા પ્રકારના કેસમાં ૧૨ સપ્તાહ સુધી ઈજાગ્રસ્ત પાયલટના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે માટે તેઓ મે મહિનાના અંત સુધીમાં ફરીથી ફાઈટર પ્લેન ઉડાવી શકશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UIRcUm
via Latest Gujarati News
0 Comments