
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર
સલમાન ખાનની ફિલ્મોમાં જબરદસ્ત એકશન દ્રશ્યો જોવા મળતા હોય છે. તેમજ રોમાન્સ પણ હોય છે. પરંતુ કદી પણ તેની ફિલ્મોમાં કિસિંગ સીનહોતા નથી. વાસ્તવમાં સલમાનને ફિલ્મોમાં કિસિંગ સીન આપવા પસંદ નથી.
'' હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યુડિટી માટે નથી. હજી પણ જ્યારે સ્ક્રીન પર ચુંબન દ્રશ્ય આવતું હોય છે, ત્યારે દરેકને ેક વિચિત્ર લાગણી થતી હોય છે. હું હંમેશા ક્લિન સિનેમા પ્રત્યે ધ્યાન આપું છું. હું ઇચ્છું છં કે મારા બેનર હેઠળ બનેલી ફિલ્મો પણ આવી જ હોય જેમાં, નોટીનેસ, એકશન, રોમાન્સ અને સંપૂર્ણ પરિવાર સાથે બેસીને જોઇ શકે. મારે મારો આ ચીલો રાખવો છે. મારી કોઇ ફિલ્મ જો ' એ રેટેડ', હશે તો એકશનના કારણે હશે. હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યિડિટ માટે બિલકુલ નથી બન્યો,'' સલમાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. રૂપેરી પડદે સલમાનની ઇમેજ ક્લિન છે. તે પોતાની શરતો ઉપર જ કામ કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2US9zp3
via Latest Gujarati News
0 Comments