
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર
અનુભવ સિંહાની ૨૦૧૮ની ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવ્યા બાદ હવે ફરી તાપસી તેની સાથે કામ કરવાની છે. આ એક સોશિયોપોલિટિકલ ડ્રામા હશે, જે વાસ્તવિક ઘટના પરથી લેવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસે જ શરૂ થાય તેવી શક્યતા છે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, '' તાપસી અનુભવ સિંહા સાથે ફરી કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલ્મનું નામ 'થપ્પડ' હશે. તાપસી અને અનુભવ 'મુલ્ક' કરતા હતા ત્યારે જ દિગ્દર્શકે તાપસી સાથે ફરી કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે. તાપસી આ ફિલ્મમાં મધ્યમ વર્ગીય યુવતીના પાત્રમાં જોવા મળશે.''
આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટના અંતમાં શરૂ થાય તેવી વકી છે. હાલ તાપસી અનુરાગ કશ્યપની ફિલ્મમાં કામ કરી રહી છે. જ્યારે અનુભવ સિંહા આયુષ્યમાન ખુરાના સાથે ફિલ્મમાં વ્યસ્ત છે.
અનુભવ આ ફિલ્મનું નિર્માણ કરવાનો છે. તેમજ ૨૦૨૦ના ઇન્ટરનેશનલ વુમન્સ ડેના અઠવાડિયામાં રીલિઝ કરવાની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gb4j6R
via Latest Gujarati News
0 Comments