J&K: શોપિયામાં સેનાએ 2 આતંકીને ઠાર માર્યા, સર્ચ ઑપરેશન ચાલુ

શ્રીનગર, તા. 13 એપ્રિલ 2019 શનિવાર

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવારે સવારે સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળી હતી. સેનાના જવાનોએ આતંકવાદીઓને ચારેતરફથી ઘેરીને કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં સેનાની 34 RR ટુકડી અને SOG શોપિયાએ સાથે મળીને ઓપરેશન ચલાવ્યુ હતુ. અગાઉ શનિવારે પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકી ઠાર મરાયા હતા.

માર્યા ગયેલા હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓમાંથી એક એમ.ટેકનો વિદ્યાર્થી હતો. ગાંદરબળ જિલ્લાના નુનેર ગામનો રાહિલ રાશિદ શેખ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને ત્રણ દિવસ પહેલા જ આતંકવાદી બન્યો હતો. માર્યા ગયેલા બીજા આતંકીની ઓળખ શોપિયાં જિલ્લાના કીગમ ગામના નિવાસી બિલાલ અહમદ તરીકે થઈ છે.

રાષ્ટ્રીય રાઈફલ્સના ઉગ્રવાદ વિરોધી એકમો અને રાજ્ય પોલીસના વિશેષ અભિયાન જૂથ ઈમામ સાહિબના બાગ વિસ્તારમાં એક સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે અથડામણ થઈ. પોલીસના જણાવ્યા અનુસાર છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ વરસાવી, જે બાદ થયેલી અથડામણમાં બંને આતંકવાદીઓને ઠાર મરાયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DaAd2o
via Latest Gujarati News

Post a Comment

0 Comments