અજય દેવગણ મુંબઇના જુહુ વિસ્તારમાં બે વરસથી ભાડાનો બંગલો શોધી રહ્યો છે


મુંબઇ, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર

અજય દેવગણ મુંબઇના જુહુ વિસ્તારમાં વરસોથી રહે છે. તે છેલ્લા બે વરસથી તેના ઘરની આસપાસ જ ભાડાનો બંગલો શોધી રહ્યો છે, પરંતુ તેને એ જ એરિયામાં બંગલો મળતો નથી. 

અજય પોતાના પરિવાર સાથે જુહુના બંગલમાં રહે છે. લાંબા સમયથી તેને રિનોવેટ કરવાની તે પ્લાનિંગ કરી રહ્યો છે. તેથી તે લગભગ બે વરસથી જુહુમાં ભાડાના એક બંગલાની શોધ કરી રહ્યો છે, જેથી તે  પોતાનું ઘર રિનોવેટ થાય ત્યાં સુધી આરામથી રહી શકે. પરંતુ તેમને જોઇતો બંગલો મળતો નથી. 

અજય દેવગણને જુહુ એરિયાથી બહાર જવું નથી. તે પોતાના ઘરની આસપાસ જ ભાડાનો બંગલો શોધી રહ્યો છે. જે તેને મળી નથી રહ્યો. 

અજયે જુના બંગલાને રિનોવેટ કરવાની થોડી ડિઝાઇન્સ પણ પસંદ કરી છે. કાજોલ પણ પોતાના ઘરને રિનોવેટ તેમજ વૈભવી કરવા ઉત્સાહિત છે. તેને પણ હવે જુના બંગલાનું ઇન્ટિરિયિર બદલાવાની ઇચ્છા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KzyzO5
via Latest Gujarati News

Post a Comment

0 Comments