માળખાકીય સુવિધાના અભાવે દેશનુ યુવાધન દેશ છોડી વિદેશ સ્થાયી થઈ રહ્યું છે....



ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ બનીને નથી રહી ગયો, એ હવે વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતુ અર્થતંત્ર પણ છે. દેશમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને પહેલા ચરણની ચૂંટણીનું મતદાન ગુરુવારે પૂરું થઈ ગયું. 

૧૯મી મેના રોજ છેલ્લા ચરણની ચૂંટણીઓ યોજાશે અને ત્રેવીસમી મેના રોજ પરિણામ આવશે. આ ચૂંટણી પરિણામો દેશનાં રાજકીય પક્ષોની, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરશે. એક અબજથી અધિક મતદારો ધરાવતા આ દેશ પર વિશ્વ આખાની નજર નોધાયેલી છે. ભારતની વસ્તીની સરેરાશ વય ૨૫ છે.

આ વયજૂથના નાગરિકો બુદ્ધિશાળી અને સખત મહેનત કરનારા છે. તેઓ પોતાના દ્વારા દેશ માટે પણ કંઈક કરી છૂટવાની તમન્ના રાખે છે. આ તમામ પોતાની આર્થિક ઉન્નતી ઈચ્છે છે અને પોતાના કામ થકી દેશના વિકાસમાં પણ યોગદાન આપવા ઈચ્છે છે. પરંતુ, બેરોજગારીનો દર ભયનજક રીતે વધતો જોઈ ઘણા પ્રતિભાશાળી યુવાઓ હતાશ થઈ દેશ છોડી વિદેશ સ્થાયી થઈ જાય છે. એમની પ્રતિભા અને આવડતનો લાભ લઈ શકાય એવુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં પૂરતા પ્રમાણમાં  નથી.

આ પ્રકારના ટેલેન્ટના પલાયનને રોકવું જોઈએ અને એમને માફક આવે, એમની પ્રગતિ થાય એવી કારકિર્દી દેશમાં ઘડાય એવા ઉપાયો કરવા જોઈએ. એમની આર્થિક પ્રગતિ થાય એવા પ્લેટફોર્મ ઉભા થવા જોઈએ જેથી તેઓ દેશના મુખ્યપ્રચારમાં રહી શકે. ઘણા યુવાઓ એમને ન ગમતી પ્રવૃત્તિઓમાં જોતરાયેલા હોય છે.

એમની બરી પ્રતિભા પીછાની એમને ગમે એ દિશામાં કારકિર્દી ઘડવાની તક મળે એવું તંત્ર ઉભુ કરવું જોઈએ. અમેરિકામાં એની લિબરલ આટર્સ યુનિવર્સિટી દ્વારા ૩૫ ટકા વસ્તીને કારકિર્દીની અન્ય તકો - વિકલ્પો તરાશવામાં મદદ કરવામાં આવે છે. આવા પગલાથી વિદ્યાર્થીઓની ક્ષિતીજ બદલાય છે અને પેઈન્ટિંગ, આર્ટ, થિયેટર અને સ્પાર્ટ્સ ઈતયાદિ તદ્દન નવી દિશામાં કારકિર્દી ઘડવામાં મદદ મળે છે.

સમાજ અને માતા-પિતાઓએ વૈકલ્પિક કારકિર્દીને ઉત્તેજન આપવું જોઈએ. ઉદાહરણ તરીકે મુંબઈ અને ગુજરાતના શહેરોમાં નાટકના પ્રયોગો સામાન્ય રીતે શનિ-રવિના યોજાતા હોય છે. જ્યારે ઈંગ્લેન્ડમાં રવિવારે રંગભૂમિ રજા પર હોય છે. નાટકના પ્રયોગો અહીં ચાલુ દિવસે ભજવાય છે. અહીં થિયેટર આર્ટિસ્ટોને આર્થિક વળતર માટે બજા પર નિર્ભર નથી રહેવું પડતું. રંગભૂમિ અહીં ફૂલ ટાઈમ જોબ છે.

તો બીજી તરફ સ્ટાર્ટ અપ કલ્ચરનો વિકાસ પણ એક સાચી દિશામાં લેવાયેલું પગલું છે. સ્ટાર્ટ અપ કંપનીઓ માટે સર્વાંગી અનુકૂળ વાતાવરણની રચના કરી સરકારે સારું કામ કર્યું છે. વિશ્વભરની ફાયનાન્સ કંપનીઓ અબજો ડોલરનું આર્થિક ભંડોળ ઠાલવવા તત્પર છે અને એમને માટે સૌથી લોકપ્રિય, સ્થિર અને સલામત રોકાણ છે.

માઈક્રો ફાઈનાન્સ. આધાર કાર્ડ ધરાવતી કોઈપણ વ્યક્તિને બે લાખ રૂપિાયનું ધિરાણ તુરંત મળી જાય એવી યંત્રણા ઉભી કરવી જોઈએ. મહત્તમ ધિરાણ બે લાખ રૂપિયાનું હોવાથી જોખમ ઓછું. ઉપરાંત, બે લાખની રકમ લઈ વિદેશ નાસી જવાનું શક્ય નથી. અને સમાજનો આ વર્ગ એવું જવલ્લે જ કરે.

બે લાખની લોન લેનાર વ્યક્તિ એન્ટપ્રન્ચોર બનશે અને આજીવિકા જાતે જ રળી લેશે. સંભવ છે કે આગળ જઈ એ નવા રોજગારની રચના પણ કરે. ડેટા દર્શાવે છે કે માઈક્રો ફાઈનાન્સનું રૂપાંતર કોઈ દિવસ બેડ લોનમાં થતુ નથી. ઉપરાંત આ લોન બેડ લોનમાં ફેરવાય તો ઝાઝે ભાગે એની પાછળ મુખ્ય કારણ આર્થિક નુકસાન હોય છે નહીં કે લાલચ.

ભારતમાં આશરે ૬૫૦ જિલ્લાઓ છે અને પ્રત્યેક જિલ્લે એક અસરકારક ડિસ્ટ્રક્ટ કલેક્ટર હોય છે. આ તમામને પોતપોતાના વિસ્તારમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની ભૂમિકા ભજવવાની વધારાની જવાબદારી આપવી જોઈએ. અલબત્ત, આ માટે પાયાની કેટલાક કલાકોની તાલીમ આવશ્યક છે. કૃષિલક્ષી બાબત, સાંસ્કૃતિક ઘટના, રમત, બાણકામ, શિક્ષણ કે પછી પર્યટન. જે તે વિસ્તારની પશ્ચાદભૂમિકા, ઈતિહાસ અને ભૂગોળને આધારે વ્યૂહ ઘડી શકાય.

આ કલેક્ટર કોઈ પણ યોજનાની ફાઈલ પર સહી કરવા ફાઈનલ ઓથોરિટી હોવા ઘટે. આ પ્રકારની નવી વિચારધારાઓથી દેશમાં ખરા અર્થમાં ક્રાંતિ આપશે અને દેશની શિક્લ ફેરવાઈ જશે. 'જરૂર છે આઉટ ઓફ બોક્સ થર્ટ'ની કૃષિ અને ઉદ્યોગની સમજ કેળવાઈ ત્યારથી ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ ક્ષેત્રે ૨-૫ નિર્ભર બનતા અગાઉ દેશે ભારે સંઘર્ષ કર્યો છે. મૌસમનો માર ન લાગે તો દેશ હવે કૃષિ અંગે લગભગ સ્વાવલંબી છે.

હવે ભારતે ભૂગર્ભમાં જોવાની અને જવાની જરૂર છે. ઓઈલ, ગેસ, ખનિજ પદાર્થોનો ખજાનો દેશના મોટા વિસ્તારની જમીનની નીચે ધરબાયેલો છે. સરકારી એકમ હોય કે પછી ખાનગી, આ સમૃદ્ધિ ઉલેચી, એના વેચાણ થકી જે ભંડોળ મળે એનો ઉપયોગ વિવિધ કાર્યોમાં કરી શકાય.

હાલમાં ભારત ઘણા ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા વિદેશી હૂંડિયામણ વેડફી દે છે.આ કાચો માલ દેશની જમીનની નીચેથી મેળવાય તો આયાત બિલમાં ભારે ઘટાડો સંભવ બને. નૈસર્ગિક સંસાધનો ઉલેચવા અને એનું વિતરણ કરવા સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝની મદદ પણ લઈ શકાય. જેનાથી રોજગારી વધશે અને સંપત્તિ વહેંચાશે.

ભારતનો ઈતિહાસ નાનો-સૂનો નથી. પાંચ હજાર વરસના કાળખંડમાં વહેંચાયો છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ ભારત અતિ સમૃદ્ધ છે એવો દાવો છાતી ઠોકીને કરી શકાય. નવાબના મહેલો, રણ, ડુંગરાળ પ્રદેશ, વિશાળ દરિયાકાંઠા, મ્યુઝિયમ ઈત્યાદિની સોંપણી જો ટુરિઝમ પ્રોફેશનલને સોંપાય તો વૈશ્વિક અને દેશી પર્યટકોને આકર્ષવામાં જંગી સફળતા મળે.

ઘણા દેશોમાં ટુરિઝમ આવક અને વિદેશી હૂંડિયામણ રળી આપતો મુખ્ય સ્ત્રોત છે. જરૂર છે ઊંચી સોચ રાખીને આગળ વધવાની. ટૂંક સમયમાં ચૂંટણીની મૌસમ પૂરી થાય પછી વાત ઠંઠેરાઓને ભૂલી જવાની હોય તો ચિત્ર નહીં બદલાય.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UzUnh2
via Latest Gujarati News

Post a Comment

0 Comments