ભુવનેશ્વર, તા. 12 એપ્રિલ, 2019, શુક્રવાર
ભારત એકતરફ બેરોજગારીની સમશ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ તાણ હેઠળની વીજ કંપનીઓ ા સમશ્યામાં વધારો કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ભારતની મોટી માત્રાની કોલ ફાયર્ડ ક્ષમતા જો સ્થગિત થઈ જશે તો, તેનાથી કોલસા આધારિત વીજ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રોજગાર સામે જોખમ ઊભું થશે એમ કેનેડાસ્થિત એક રિસર્ચ પેઢીએ જણાવ્યું હતું.
યાંત્રિકીકરણને કારણે ભારતના કોલ ક્ષેત્રમાં હાલમાં રોજગારીના ઘટી રહેલા આંકને જોતા સ્થિતિ વધુ વણસી શકે છે.
જો કે દેશમાં રિન્યુએબલ ક્ષેત્રના થઈ રહેલા વિકાસથી રોજગાર ઊભો થઈ રહ્યો છે ખરા પરંતુ આ રોજગાર કોલ આધારિત વીજ પ્લાન્ટસના ક્ષેત્રમાં ઊભો થતો નથી. ભારતનો મોટાભાગનો કોલસો ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આન્ધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢ રાજ્યોમાં રહેલો છે જ્યારે રિન્યુએબલ ઊર્જા ક્ષમતાઓ દેશના પશ્ચિમ અને દક્ષિણ ક્ષેત્રોમાં ઊભી થઈ રહી છે.
રિન્યુેબલ ઊર્જા ક્ષેત્ર નવા રોજગારો ઊભું કરી રહ્યું છે પરંતુ કોલ આધારિત વીજ ક્ષેત્ર ટકી રહેવા સામે જોખમ છે ત્યારે નીતિવિષયકોએ અસરગ્રસ્ત કામદારોના વિસ્થાપન માટે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ એમ પણ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે.
કોલસા આધારિત વીજ ક્ષેત્રની તાણ ભારતના બેન્કિંગ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. આ તાણને કારણે સરકાર પાસે નવા ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં નાણાં રોકવા પર મર્યાદા આવી ગઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DcU15h
via Latest Gujarati News
0 Comments