
(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
સાઈબર સિક્યુરિટી પોલિસીના ભાગરૃપે ફેસબુકે પાકિસ્તાન લશ્કર સાથે જોડાયેલા ૧૦૩ નકલી પેજ અને એકાઉન્ટને ડિલિટ કરી દીધા છે. પાકિસ્તાન લશ્કરની મીડિયા પાંખ આ એકાઉન્ટ્સ ચલાવતી હતી અને તેના દ્વારા ભારત વિરૃદ્ધ જૂઠાણાં ચલાવવાનું કામ થતું હતું.
ફેસબુકના સિક્યુરિટી પોલિસીના વડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના ૧૦૩ એકાઉન્ટ્સ અને પેજ ડિલિટ કરવામાં આવ્યા હતા. એ એકાઉન્ટ્સ અને પેજ પાક. લશ્કરની મીડિયા પાંખ દ્વારા ચલાવવામાં આવતા હતા.
ફેસબુકના કહેવા પ્રમાણે આ એકાઉન્ટ્સ અને પેજમાં ઉશ્કેરણીજનક માહિતીનો ફેલાવો થતો હતો અને ખાસ તો પાકિસ્તાન અને ભારતની સરહદે આવેલા જિલ્લાઓમાં આ પેજના માધ્યમથી શંકાસ્પદ એક્ટિવિટી કરવામાં આવતી હતી. અમુક પેજ અને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એમ બંનેમાં લિંક થયેલા હતા. એવા પેજને હંમેશા માટે ફેસબુકે પ્લેટફોર્મ ઉપરથી હટાવી દીધા હતા.
આ પેજમાં જરૃરી માહિતી ભરવામાં આવી ન હતી અને વળી તેની પોસ્ટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જૂઠી માહિતી ફેલાવાતી હોવાનું જણાયું હતું. એમાંના ઘણાં એકાઉન્ટ, ગુ્રપ અને પેજનું નામ કાશ્મીર કોમ્યુનિટી અને એવા બધા નામે હતા. જેમાં ૪૭૦૦થી લઈને ૨૮ લાખ સુધીના ફોલોઅર્સ હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FODTaW
via Latest Gujarati News
0 Comments