રફાલ ચુકાદા અને રાહુલ વિરુદ્ધની કોર્ટની અવમાનના કેસની 10મીએ સુનાવણી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

રફાલ ફાઇટર જેટના ચુકાદાની પુન:સમીક્ષા માટે કરાયેલી અરજીઓ અને રાહુલ ગાંધી વિરુદ્ધની કોર્ટની અવગણના માટેની અરજીની એક સાથે ૧૦ મેના રોજ સુનાવણી કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. 

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરે આપવામાં આવેલા ચુકાદાની પુન:સમીક્ષા કરવા કરાયેલી અરજીઓની સુનાવણી ૧૦ મેના રોજ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી માટે ચોકીદાર ચોર હે શબ્દો વાપર્યા હતાં. જે અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. આ ટિપ્પણી માટે સુપ્રીમ કોર્ટે ૩૦ એપ્રિલના રોજ વધુ એક એફિડેવિટ દાખલ કરવાની વધુ એક તક આપી હતી. 

ઉલ્લેખનીય છે કે ૧૪ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફ્રાન્સ પાસેથી ૩૬ રફાલ વિમાન ખરીદવાની સમગ્ર પ્રક્રિયા અંગે શંકલ્કરી શકાય તેમ નથી. સુપ્રીમે આ સોદાની તપાસ કરવાની માગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wn54k1
via Latest Gujarati News

Post a Comment

0 Comments