નવી દિલ્હી,તા.18 મે 2019, શુક્રવાર
ભારત સામે કટ્ટર દુશ્મનાવટ રાખનારા પાકિસ્તાનની હાલત ભીખારી જેવી થઈ ગઈ છે.
પાકિસ્તાનના અર્થતંત્રની કંગાળ હાલતના કારણે પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 150નો આંકડો વટાવી ગયો છે. ભારતનો રુપિયો ડોલર સામે 70ની આસપાસ છે ત્યારે પાકિસ્તાનના રુપિયો સતત ગગડી રહ્યો છે.
પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે 6 અબજ ડોલરનુ બેલઆઉટ પેકેજ આપ્યુ છે. 1980થી લઈને અત્યાર સુધી આઈએમએફ દ્વારા પાકિસ્તાનને 12 વખત આવુ પેકેજ અપાયુ છે અને હજી 13મુ પેકેજ આપવા માટે તૈયારી ચાલી રહી છે.
પાકિસ્તાની રુપિયો એશિયામાં ડોલર સામે સૌથી પ્રદર્શન કરનાર ચલણ બની ચુક્યુ છે. રૂપિયો નબળો પડવાના કારણે પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ આકાશને આંબી રહ્યા છે.
આઈએમએફ પેકેજ લેવા માટે પાકિસ્તાને કઈ કઈ શરતો સ્વીકારી છે તેની અટકળો બળતામાં ઘી હોમવાનુ કામ કરી રહી છે. રોકાણકારો પાકિસ્તાનમાં અટકી ગયેલા ડોલરના પ્રવાહથી આઘાતમાં છે. પાકિસ્તાની સરકારે એક કમિટી પણ બનાવી છે.
સરકાર વિદેશ જતી વખતે પાકિસ્તાનીઓને ડોલર રાખવાની અપાતી છૂટમાં ઘટાડો કરી શકે છે. હાલમાં પાકિસ્તાનીઓને 10000 ડોલર લઈ જવાની છુટ છે. જે ઘટાડીને 3000 ડોલર કરી શકાય છે.
પાકિસ્તાન પાસે માત્ર 8.46 અબજ ડોલરનુ વિદેશી હુંડિયામણ બચ્યુ છે. જેનાથી ત્રણ મહિનાની જ આયાત થઈ શકે તેમ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HokO1c
via Latest Gujarati News
0 Comments