નવી દિલ્હી, તા. 18. મે. 2019 શનિવાર
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં અમેઠીની બેઠક પરથી પેટા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે.
પ્રિયંકા ગાંધી હાલમાં કોંગ્રેસ માટે લોકસભાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.પ્રિયંકા કોઈ બેઠક પરથી હાલમાં તો ચૂંટણી નથી લડી રહ્યા પણ જો રાહુલ ગાંધી વાયનાડ અને અમેઠી એમ બંને બેઠક પરથી ચૂંટણી જીતશે તો અમેઠી બેઠક ખાલી કરશે અને તેના પરથી પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી લડશે.
પ્રિયંકા ગાંધીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સંકેત આપતા કહ્યુ હતુ કે, અમેઠીથી ચૂંટણી લડવુ કોઈ પડકાર નથી.જોકે તેના પર નિર્ણય ત્યારે થશે જ્યારે મારો ભાઈ બેમાંથી એક બેઠક છોડશે.
આ પહેલા પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તેવી અટકળો તેજ બની હતી.જોકે એ પછી પ્રિયંકા ગાંધીને પાર્ટીએ વારાણસથી ચૂંટણી નહી લડાવવાનુ નકકી કર્યુ હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HpM1jR
via Latest Gujarati News
0 Comments