રાહુલ પાણીમાં 75 મીટર સુધી વગર ઓક્સિજને ડૂબકી મારી શકે છે, બહેન પ્રિયંકાએ ગણાવી ભાઈની ખૂબીઓ

નવી દિલ્હી, તા. 18. મે. 2019 શનિવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાની ચૂંટણીમાં મદદ કરવા માટે બહેન પ્રિયંકા ગાંધીએ પણ સત્તાવાર રીતે રાજકારણમાં ઝંપલાવી દીધુ છે.

ચૂંટણી પુરી થવાના આરે છે ત્યારે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની એક નહી અનેક ખૂબીઓ ગણાવી દીધી હતી.

રાહુલ ગાંધીની એવી કઈ ખૂબીઓ છે જે લોકોને ખબર નથી તેવા સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યુ હુત કે, રાહુલ બહુ વિવેકી છે, તેમને તમામ ધર્મોની સમજ છે.દેશની સમજછે.દેશમાં કયા પરિબળો કઈ રીતે કામ કરી રહ્યા છે તેની પણ જાણકારી છે.

રાહુલ પાસે હું જ્યારે પણ જઉં છું ત્યારે મને ખબર છે કે તે સાચુ જ કહેશે.તેમનુ સત્ય કડવુ હોય છે.કેટલીક વખત તો હું નારાજ પણ થઈ હતી.બાદમાં મને લાગ્યુ હતુ કે, રાહુલે મને જે પણ કહ્યુ હતુ તે મારા સારા માટે હતું.

પ્રિયંકાએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે.પર્વતારોહણનો કોર્સ પણ કરેલો છે.રાહુલ સર્ટિફાઈડ ડાઈવર છે.સ્કૂબા ડાઈવિંગના કોચ છે અને વગર ઓક્સિજને તે પાણીમાં 75 મીટર ઉંડાઈ સુધી ડુબકી મારી શકે છે.તે પાયલોટ પણ છે.

યુનિવર્સિટીની ટીમ તરફથી ફૂટબોલ રમી ચુક્યા છે.બહેન હોવાના નાતે કહી શકું છું કે મારો ભાઈ નિડર છે.ગયા વર્ષે રાહુલ ગાંધી જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે વિમાન અચાનક ઉંચાઈ ગુમાવી નીચે આવી રહ્યુ હતુ ત્યારે રાહુલ ગાંધી કોકપિટમાં પાયલોટની મદદ કરી રહ્યા હતા.

પ્રિયંકાએ કહ્યુ હતુ કે, બહુ ઓછા લોકો જાણે છે કે, રાહુલ ગાંધીએ તમામ ધર્મના ગ્રંથો વાંચ્યા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JoCT1r
via Latest Gujarati News

Post a Comment

0 Comments