નવી દિલ્હી, તા.૧૭
ઈંગ્લેન્ડમાં તારીખ ૩૦મી મે થી શરૃ થઈ રહેલા ક્રિકેટના વર્લ્ડકપમાં વિજેતા ટીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ રૃપિયા ૨૮.૧૨ કરોડ રૃપિયા રોકડ ઈનામ તરીકે એનાયત કરશે. વર્લ્ડ ચેમ્પિયન ટીમને આ જંગી રકમની સાથે સાથે વર્લ્ડકપની આઇકોનિક ટ્રોફી તો મળશે. જોકે આઇસીસીએ ગત વર્ષ કરતાં આ વર્લ્ડકપના રોકડ ઈનામમાં માત્ર ૨૫ હજાર ડોલરનો (આશરે ૧૮ લાખ ડોલર)નો જ વધારો કર્યો છે. આ વખતના વર્લ્ડકપ વિજેતાને ૪૦ લાખ ડોલર (આશરે રૃપિયા ૨૮.૧૨ કરોડ) મળશે. જ્યારે ચાર વર્ષ પહેલા ઘરઆંગણે રમાયેલા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનેલા ઓસ્ટ્રેલિયાને ૩૯.૭૫ લાખ ડોલર (અંદાજે રૃપિયા ૨૭.૯૪ કરોડ) મળ્યા હતા. ૨૦૧૫ના વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતુ.
આઇસીસીએ આ વર્લ્ડકપમાં માત્ર ૧૦ ટીમોને રમાડવાનો નિર્ણય લીધો છે, જ્યારે ગત વર્લ્ડકપમાં ૧૪ ટીમો વચ્ચે ક્રિકેટનો મહાકુંભ ખેલાયો હતો. જેના કારણે ઈનામની રકમ લગભગ સરખી હોવા છતાં આ વખતે ઓછા દેશો વચ્ચે વર્લ્ડકપ રમવાનો હોવાથી ઓવરઓલ ટીમોને મળનારી રકમ વધશે તે નક્કી છે. વર્લ્ડકપમાં કુલ મળીને એક કરોડ ડોલર (આશરે ૭૦.૩૦ કરોડ)ના રોકડ ઈનામો વહેંચાશે. જ્યારે રનર્સઅપ ટીમને ૨૦ લાખ ડોલર મળશે, જે ભારતીય રૃપિયામાં ૧૪.૦૬ કરોડ જેટલી રકમ થવા જાય છે. ચાર વર્ષ પહેલા રનર્સઅપ બનેલી ન્યુઝીલેન્ડની ટીમને ૧૭.૫૦ લાખ ડોલર (અંદાજે ૧૨.૩૦ કરોડ રૃપિયા) આપવામા આવ્યા હતા.
તાજેતરમાં પુરી થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનેલા મુંબઈ ઈન્ડિયન્સને રૃપિયા ૨૦ કરોડ ઈનામમાં એનાયત થયા હતા. જેમાંથી ૫૦ ટકા રકમ ફ્રેન્ચાઈઝીને મળી હતી, જ્યારે બાકીની રકમ ખેલાડીઓની વચ્ચે વહેંચાઈ હતી. રનર્સ અપ ટીમને ૧૨.૫ કરોડ, ત્રીજા ક્રમની ટીમને રૃપિયા ૧૦.૫ કરોડ અને ચોથા ક્રમની ટીમને રૃપિયા ૮.૫ કરોડ મળ્યા હતા.
લીગ રાઉન્ડમાં પ્રત્યેક જીત બદલ ૨૮ લાખ રૃપિયા
આઈસીસીની જાહેરાત અનુસાર લીગ રાઉન્ડની મેચ જીતનારી ટીમને વિજય બદલ રૃપિયા ૪૦ હજાર મળશે (આશરે ૨૮.૧૨ લાખ રૃપિયા). જ્યારે લીગ સ્ટેજ પાસ કરનારી ટીમને ૧,૦૦,૦૦૦ ડોલર આપવામાં આવશે. જ્યારે સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાનારી ટીમોને રૃપિયા ૮-૮ લાખ ડોલર (આશરે રૃપિયા ૫.૬૨ કરોડ) આપવામાં આવશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JNium4
via Latest Gujarati News
0 Comments