
અપક્ષ ઉમેદવારની ભારતીય લોકશાહી યૂંટણીતંત્રમાં વિશિષ્ટ જોગવાઇ છે. આમ તો આ ઉમેદવારો સ્વતંત્ર હોવાથી કોઇ પણપાર્ટીની જુ હજુરી કરવી પડતી નથી કે મેન્ડેટ પણ મેળવવો પડતો નથી. પરંતુ આપણે ત્યાં ઉમેદવાર કરતા પક્ષને મત આપવાનું ચલણ વધૂ હોવાથી મોટા ભાગના અપક્ષ ઉમેદવારોની ચૂંટણીમાં ડિપોઝિટ ડૂલ થાય છે. હજારોની સંખ્યામાં અપક્ષ ઉમેદવારો ઉભા રહે છે પરંતુ માંડ ૫ થી ૧૦ જેટલા ચૂંટાય છે. કોઇ એક પક્ષ તરફ મતદારોનો ઝોક ના હોય એ પ્રકારનું ચૂંટણી પરીણામ આવે ત્યારે અપક્ષોનું મહત્વ વધી જાય છે. કયારેક સરકાર બચાવવામાં કે પાડવામાં ચૂંટાયેલા અપક્ષો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એક બેઠક પર કેટલા અપક્ષ ઉમેદેવાર ઉભા રહી શકે તેનો કોઇ જ નિયમ નથી.
સૌથી વધુ અપક્ષ ચૂંટણી લડવાનો રેકોર્ડ આંધ્રપ્રદેશના નાલાગોંડા મત વિસ્તારમાં ૧૯૯૬ની લોકસભા ચૂંટણી દરમિયાન નોંધાયો હતો. અહીં કુલ ૪૮૦ જેટલા ઉમેદવારોએ બેઠક જીતવા માટેના ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું માન્યતા પ્રાપ્ત ચાર રાજકિય પાર્ટીના ઉમેદવારોએ કુલ ૮૨.૯ ટકા મત મેળવેલા જયારે ૪૮૦ ઉમેદવારોએ ભેગા મળીને માત્ર ૧૭.૧ મત મેળવ્યા હતા. એ સમયે નાલાકોન્ડા મત વિસ્તારમાં શ્રી શૈલમ લેફટ બેંક કેનાલ પ્રોજેકટના અમલ કરવા તથા ગામો ફલોરાઇડવાળું પાણી પીવા મજબૂર હતા. આ મુદ્વાને લઇને મત વિસ્તારમાં નારાજગી ફાટી નિકળતા ચૂંટણી આવી ત્યારે આ બેઠક પર બિલાડીના ટોપની જેમ અપક્ષ ઉમેદવારો ફૂટી નિકળ્યા હતા. આંધપ્રદેશનો નાલાગોંડા મત વિસ્તાર બીજો એક રેકોર્ડ પણ ચૂંટણી ફોર્મ રદ થવા અંગેનો પણ ધરાવે છે. ૧૯૯૯માં યોજાયેલા લોકસભા ઇલેકશનમાં ચૂંટણી ખર્ચ તથા આવક અંગની વિગતો રજૂ કરવામાં નિષ્ફળ જતા ૪૪૪ જેટલા ઉમેદવારોને ચૂંટણી લડતા અટકાવવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા ઉમેદવારોને આ પહેલા ગેર લાયક ઠરાવવામાં આવ્યા ન હતા.
વિધાનસભામાં ૧૦૨૩ ઉમેદવારો ચૂંટણી લડવાનો રેકોર્ડ તામિલનાડુના મોહકુરૃચિના નામે

જો કે ૧૯૯૬માં તામિલનાડુંમાં મોદોરૃચી વિધાનસભા સીટ પર૧૦૨૩ જેટલા ઉમેદવારો ચૂંટણી લડયા હોવાનો બનાવ પણ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં નોંધાયો છે. તેના માટે બેલેટ પેપર બૂકલેટ જેવા મોટા છપાવવા પડયા હતા. એક સમયે તો ઉમેદવારોના ધસારાના કારણે વ્યવસ્થા સાચવી નહી શકાય એ બીકે આ વિધાનસભા બેઠકની ચૂંટણી પણ મોકુફ રાખવામાં આવી હતી. કારણ કે દરેક બૂથમાં એક ઉમેદવારનો એક પ્રતિનિધિ હાજર રહે એવા કિસ્સામાં ૧૦૦૦ લોકો મતદાન બૂથમાં આવે તો વ્યવસ્થા જ પડી ભાંગે તેમ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H6ORdy
via Latest Gujarati News
0 Comments