સુપ્રીમકોર્ટમાં આજે VVPAT પર સુનાવણીઃ વિપક્ષોની 50 ટકા ચબરખી ગણતરી કરવાની માગ

નવી દિલ્હી, તા. 7 મે 2019, મંગળવાર

સુપ્રીમ કોર્ટમાં આજે EVM અને VVPATની ચબરખીને મેળવવાને લઇને મહત્વની સુનાવણી થવાની છે. આ માટે ટીડીપી અને કોંગ્રેસ સહિત 21 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. આ પક્ષોની માંગ છે કે 50 ટકા વીવીપેટ ચબરખીઓને ઇવીએમ સાથે મેળવવાનો આદેશ ચૂંટણી પંચને આપવામાં આવે.

અત્યાર સુધી ચૂંટણી પંચ 4125 ઇવીએમ અને વીવીપેટની ગણતરી કરવામાં આવતી હતી. ગયા મહિને ચૂંટણી પંચે 20625 ઇવીએમ અને વીવીપેટની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.જોકે વિપક્ષી દળોને આ આંકડો પણ મંજૂર નથી અને તેઓ 50 ટકા વીવીપેટ ચબરખીઓને ઇવીએમ સાથે મિલાવવાની માંગ કરી રહ્યાં છે.

વિપક્ષનો આરોપ છે કે ઇવીએમ સાથે છેડછાડ થઇ શકે છે એ સંજોગોમાં ઇવીએમ અને વીવીપેટના મતોની ગણતરી કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષો અગાઉ ભાજપ પર ઇવીએમ સાથે છેડછાડના આરોપ લગાવી ચૂક્યાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JrCIRQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments