
મુંબઇ, તા. 13 મે 2019, સોમવાર
૨૦૧૮માં દેશમાં લાઘના મૃત્યુની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજે નંબરે રહ્યું હતું. ગયા વરસમાં મહારાષ્ટ્રમાં વીસ વાઘ જુદા જુદા કારણોસર મૃત્યુ થયા હતા. આ આંકડા નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ બહાર પાડયા હતા.
ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું હતું કે વાઘનું સંવર્ધન કરવાના તમામ પ્રયાસો છતા વાઘની સ્ઘ્યા ઘટતી જાય છે. ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં રાજ્ય સરકારથી ઉદાસીનતા અને નિષ્ક્રિયપણાને કારણે વાઘના મૃત્યુના કારણ બહાર નથી આવતા.
માત્ર એપ્રિલ મહિનામાં સાત વાઘ મૃત્યુ પામ્યા હતા. એકનું મૃત્યુ કુદરતી હતું. જ્યારે બાકી છના મૃત્યુના કારણની તપાસ ચાલુ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vYcChI
via Latest Gujarati News
0 Comments