20,600 મતદાન મથકોના ઇવીએમને વીવીપીએટી સાથે સરખાવી મત ગણતરી થશે


નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી દીધી હતી કે હવે દરેક વિધાનસભા મત વિસ્તારમાં પાંચ મતદાન મથકોના ઇવીએમને જ વીવીપીએટી સાથે સરખાવવામાં આવશે. તેથી હવે આગામી ૨૩મી મેના રોજ જ્યારે મત ગણતરી કરવામાં આવશે ત્યારે ૧૦.૩૫ લાખ મતદાન મથકોમાંથી ૨૦,૬૦૦ મતદાન મથકો પર વીવીપીએટી અને ઇવીએમ બન્નેને સરખાવીને મતગણતરી કરવામાં આવશે. વીવીપીએટી એ વાતનો પુરાવો છે કે તેને જે ઇવીએમ સાથે જોડવામાં આવ્યું હોય તેમાં ગેરરીતી થઇ છે કે નહીં. 

ભારતમાં હાલના આંકડા અનુસાર વિધાનસભાની કુલ ૪૧૨૦ બેઠકો છે. જેને પાંચ વડે ભાગવામા આવે તો આશરે ૨૦૬૦૦ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપીએટીની ગણતરી સાથે કરવામાં આવશે. તેથી આ પાંચ મતદાન મથકો પૈકી એક પર આશરે ૮૦૦થી ૨૫૦૦ મતદારોના મતની ગણતરી ઇવીએમ અને વીવીપીએટીને સાથે રાખીને કરવામાં આવશે. જ્યારે મોટા ભાગના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની બેઠક ન હોવાથી ત્યાં પોતાની રીતે મતદાન મથક પસંદ કરવામાં આવશે.  ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૯.૨૮ લાખ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા, જોકે આ વખતે ૧૦.૩૫ લાખ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકો પર આશરે ૩૯.૬ લાખ ઇવીએમ અને ૧૭.૪ લાખ વીવીપીએટી (વોટર વેરિફિએબલ પેપર ટ્રાયલ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2POq6Wa
via Latest Gujarati News

Post a Comment

0 Comments