
અન્ય દેશોની જેમ ભારત, જાપાન અને જર્મનીને પણ સ્થાન કેમ નહીં? : ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્રમાં સવાલ ઉઠાવ્યો
સંયુક્ત રાષ્ટ્રો, તા. 7 મે, 2019, મંગળવાર
ભારતને હજુસુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા કાઉન્સિલમાં કાયમી સભ્યપદ નથી મળ્યું, જોકે હવે અન્ય દેશોની સાથે ભારતને પણ આ સભ્ય પદ આપવાની માગો મિત્ર દેશો ઉઠાવી રહ્યા છે. ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી હતી કે જાપાન, જર્મની, બ્રાઝિલ જેવા દેશોને પણ સુરક્ષા કાઉન્સિલમાં સ્થાન આપવું જોઇએ, તેમને પણ અન્ય દેશોની જેમ કાયમી સભ્યપદ મળવું જોઇએ.
હાલ આ સુરક્ષા પરિષદમાં ભારત કાયમી સભ્ય નથી જ્યારે ચીન જેવા દેશોને આ સ્થાન મળ્યું છે જેને પગલે જ આતંકી મસૂદ અઝહરને વૈશ્વીક આતંકી જાહેર કરવામાં ચીને અડચણ ઉભી કરી હતી. આ પહેલા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની ભારતની માગને અમેરિકા, બ્રિટન ઉપરાંત ફ્રાન્સે પણ સાથ આપ્યો હતો,
એટલુ જ નહીં મસૂદ પર પ્રતિબંધ મુકવાની માગ કરતો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં રજુ કરવામાં પણ ફ્રાન્સ સામેલ હતું. સંયુક્ત રાષ્ટ્રમાં જર્મનીના દુત ક્રિસ્ટોફ હ્યૂસગનની સાથે મળીને પોતાના ભાષણમાં ફ્રાન્સના રાજદુત ડેલાતરેએ કહ્યું હતું કે ફ્રાન્સ ઇચ્છે છે કે જાપાન, જર્મની અને ભારતને પણ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાન આપવામાં આવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vIio6H
via Latest Gujarati News
0 Comments