મુંબઈ, તા. 27 મે, 2019,સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના પૂર્ણ વિશ્વાસ વ્યકત કરીને દેશભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે ભાજપ પોતાના બળે સંપૂર્ણ બહુમત ધરાવતી એનડીએની સરકાર રચવામાં સફળ રહેતાં અને ૩૦,મે ૨૦૧૯ના નવી સરકારની થનારી રચના સાથે કેબિનેટની થનારી રચના પર નજર તેમ જ મોદી સરકાર પાસેથી કોર્પોરેટ જગતની અને બજારની પ્રોત્સાહનોની મોટી અપેક્ષાએ ફંડો, મહારથીઓએ શેરોમાં તેજીને આગળ વધારી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર સતત મજબૂત બનતો રહીને છેલ્લે ૩ પૈસા નબળો પડીને રૂ.૬૯.૫૦ થઈ ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ ૬૯ ડોલરની અંદર આવી ગયા બાદ આજે સાંજે વધીને ૬૯.૧૫ ડોલર નજીક આવી જવા છતાં રૂપિયાની મજબૂતી અને દેશમાં ફરી સ્થિર સરકાર રચાતાં આર્થિક વૃદ્વિને વેગ મળવાની અપેક્ષામાં ફંડોએ શેરોમાં મેટલ-માઈનીંગ શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ, પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ તેમ જ ઓઈલ-ગેસ શેરોમાં આક્રમક લેવાલી કરતાં સેન્સેક્સ ફરી ૪૦૦૦૦ તરફ દોટ મૂકીને આજે ૨૪૮.૫૭ પોઈન્ટ ઉછળીને ૩૯૬૮૩.૨૯ અને નિફટી સ્પોટ ૮૦.૬૫ પોઈન્ટ વધીને ૧૧૯૨૪.૭૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સની ફરી ૪૦૦૦૦ તરફ દોટ : ઉપરમાં ૩૯૮૨૧ સુધી જઈ અંતે ૨૪૮ પોઈન્ટ વધીને ૩૯૬૮૩
ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૪૩૪.૭૨ સામે ૩૯૫૩૬.૨૩મથાળે ખુલીને આરંભમાં બેંકિંગ-ફાઈનાન્સ પસંદગીના શેરોમાં લેવાલીમાં ટાટા સ્ટીલ, યશ બેંક, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, સાથે એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, વેદાન્તા, હિન્દુસ્તાન યુનિલિવર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પાવર ગ્રીડ કોર્પ, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, આઈટીસી સહિતમાં તેજી થતાં સેન્સેક્સ એક તબક્કે ૩૮૭.૨૨ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૯૮૨૧.૯૪ સુધી જઈ અંતે ૨૪૮.૫૭ પોઈન્ટ વધીને ૩૯૬૮૩.૨૯ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ આરંભથી જ મજબૂતીમાં ફરી ૧૨,૦૦૦ તરફ દોટ મૂકી ઉપરમાં ૧૧૯૫૭ થઈ અંતે ૮૧ પોઈન્ટ વધીને ૧૧૯૨૫
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૮૪૪.૧૦ સામે ૧૧૮૫૫.૫૦ મથાળે ખુલીને આરંભથી જ મજબૂતીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ સહિતમાં ફંડો લેવાલ રહેતાં અને પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલની આગેવાનીમાં ફંડોએ વેદાન્તા, હિન્દાલ્કો સહિતમાં તેજી કરતાં અને ઓઈલ-ગેસ શેરોમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, બીપીસીએલ સહિતમાં આકર્ષણે અને અન્ય શેરોમાં ટાટા સ્ટીલ, બ્રિટાનીયા, સિપ્લા, અલ્ટ્રાટેક સિમેન્ટસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગેઈલ ઈન્ડિયા, ગ્રાસીમમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૯૫૭.૧૫ સુધી પહોંચી અંતે ૮૦.૬૫ પોઈન્ટ વધીને ૧૧૯૨૪.૭૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૦૦૦નો કોલ ૩૮.૫૦ થી વધીને ૬૨ થઈ અંતે ૩૬.૫૫ : નિફટી ૧૧,૮૦૦નો પુટ ૫૭.૬૦ થી ઘટીને ૨૯
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ ફરી મજબૂતી સાથે તેજીનો વેપાર કર્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૩,૯૬,૭૦૮ કોન્ટ્રેકટસમાં રૂ.૩૫,૮૩૪.૧૫ કરોડના કામકાજે ૩૮.૫૦ સામે ૩૫.૯૫ મથાળે ખુલીને નીચામાં ૨૩.૬૫ થઈ વધીને ૬૨ સુધી જઈ અંતે ૩૬.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૨,૭૭,૩૪૪ કોન્ટ્રેકટસમાં રૂ.૨૪,૬૨૧.૧૧ કરોડના કામકાજે ૫૭.૬૦ સામે ૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૪.૭૫ થઈ ઘટીને ૨૪.૧૫ સુધી આવી અંતે ૨૯ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૨,૮૨,૫૮૧ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫,૩૯૯.૪૮ કરોડના કામકાજે ૭૧.૭૫ સામે ૬૧.૨૫ મથાળે ખુલીને નીચામાં ૫૦.૩૫ થઈ વધીને ૧૧૬.૬૦ સુધી પહોંચી અંતે ૭૭.૬૦ રહ્યો હતો.
નિફટી મે ફયુચર ૧૧,૮૬૯ થી વધીને ૧૧,૯૬૦ સુધી જઈ અંતે ૧૧,૯૧૫ : બેંક નિફટી ફયુચર
નિફટી મે ફયુચર ૧,૪૪,૭૨૬ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૯૩૦.૪૦ કરોડના કામકાજે ૧૧,૮૬૯.૪૦ સામે ૧૧,૮૫૮.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૮૩૩.૧૫ થઈ વધીને ૧૧,૯૬૦ સુધી જઈ અંતે ૧૧,૯૧૫.૨૦ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૫૧,૩૩૮ કોન્ટ્રેકટસમાં રૂ.૯૫૨૬.૦૪ કરોડના કામકાજે ૩૧,૨૨૨.૮૦ સામે ૩૧,૨૨૯.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૬૪૯.૯૫ અને નીચામાં ૩૧,૧૭૫.૧૦ સુધી આવી અંતે ૩૧,૫૭૯ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧૩.૧૦ સામે ૨.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨.૫૫ અને નીચામાં ૨.૬૦ સુધી આવી અંતે ૬.૭૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૧૮.૫૦ સામે ૧૪.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૮.૭૦ થઈ ઘટીને ૧૦.૩૦ સુધી આવી અંતે ૧૩.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૧,૩૦,૦૭૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૯૦૯.૦૬ કરોડના કામકાજે ૯.૫૫ સામે ૭.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧.૮૦ થઈ ઘટીને ૪.૭૫ સુધી આવી અંતે ૪.૮૫ રહ્યો હતો.
ચાઈના સાથે અમેરિકા ડીલમાં વધુ વાટાઘાટ નહીં કરે : મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, સેઈલ, વેદાન્તા, હિન્દાલ્કો ઘટયા
અમેરિકા અને ચાઈના વચ્ચેની ટ્રેડ વાટાઘાટ પડી ભાંગ્યા બાદ અમેરિકી પ્રમુખે જાપાનની મુલાકાત દરમિયાન કરેલા નિવેદનમાં અમેરિકાને હવે ચાઈના સાથે ટ્રેડ ડીલ મામલે વધુ વાટાઘાટ કરવામાં રસ નહીં હોવાનું જણાવ્યા છતાં ભારતમાં નવી સ્થિર સરકારની રચનાથી ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક નવા પ્રોજેક્ટો આકાર લેશે એવી અપેક્ષાએ સ્ટીલ-મેટલ ની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં લેવાલી રહી હતી. ટાટા સ્ટીલ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૫૧૧.૪૫, એનએમડીસી રૂ.૪.૩૦ વધીને રૂ.૧૦૨.૨૦, જિન્દાલ સ્ટીલ રૂ.૬.૬૦ વધીને રૂ.૧૬૭.૫૫, સેઈલ રૂ.૨ વધીને રૂ.૫૩.૬૦, નાલ્કો રૂ.૧.૪૫ વધીને રૂ.૫૧.૩૦, હિન્દાલ્કો રૂ.૪.૩૫ વધીને રૂ.૨૦૦.૧૫, વેદાન્તા રૂ.૨.૪૫ વધીને રૂ.૧૬૬.૩૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૮૫ વધીને રૂ.૨૫૪.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૮૭.૮૦ રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં સતત ફંડોની તેજી : એબીબી રૂ.૧૧૬ વધીને રૂ.૧૬૧૦ : થર્મેક્સ, લાર્સન, ટોરન્ટ પાવર, ટાટા પાવર વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે લેવાલી વ્યાપક બની હતી. એબીબી રૂ.૧૧૬.૦૫ વધીને રૂ.૧૬૧૦.૭૦, કેઈસી રૂ.૧૬.૫૫ વધીને રૂ.૩૨૩.૧૫, ભેલ રૂ.૩.૭૦ વધીને રૂ.૭૨.૭૦, અદાણી પાવર રૂ.૨.૩૦ વધીને રૂ.૪૯, થર્મેક્સ રૂ.૪૬.૪૦ વધીને રૂ.૧૦૫૭.૧૦, ટોરન્ટ પાવર રૂ.૧૧.૧૦ વધીને રૂ.૨૫૩.૯૦, ટાટા પાવર રૂ.૨.૯૫ વધીને રૂ.૭૦.૬૫, સિમેન્સ રૂ.૫૧.૩૫ વધીને રૂ.૧૨૬૯.૧૫, એનટીપીસી રૂ.૪.૧૫ વધીને રૂ.૧૩૩.૩૫, કલ્પતરૂ પાવર રૂ.૧૬.૪૫ વધીને રૂ.૫૪૨.૧૦, પાવર ગ્રીડ કોર્પ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૮૭.૦૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૮.૯૫ વધીને રૂ.૧૫૯૨.૬૦, સોલાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૨૫ વધીને રૂ.૧૨૦૩.૭૦, એલજી ઈક્પિપમેન્ટ રૂ.૪.૫૦ વધીને રૂ.૨૬૫ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : બ્રેન્ટ ૬૯.૧૫ ડોલર : એચપીસીએલ, આઈઓસી, ગેઈલ, બીપીસીએલ, પેટ્રોનેટ વધ્યા
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી થઈ હતી. ક્રુડ બ્રેન્ટ ૬૯ ડોલરની અંદર ઉતરી ગયા બાદ આજે ફરી વધીને સાંજે ૬૯.૧૫ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૬.૩૫ વધીને રૂ.૩૩૦.૨૦, એચપીસીએલ રૂ.૧૪.૧૦ વધીને રૂ.૩૧૬.૭૦, આઈઓસી રૂ.૫.૦૫ વધીને રૂ.૧૬૧.૮૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૭.૨૫ વધીને રૂ.૩૪૮.૩૫, બીપીસીએલ રૂ.૬.૫૦ વધીને રૂ.૪૦૧.૭૦, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૨.૩૫ વધીને રૂ.૧૪૯.૦૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૬૦ વધીને રૂ.૨૪૪.૯૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો વ્યાપ વધ્યો : ૧૭૯૦ શેરો પોઝિટીવ બંધ : ૨૧૫ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોનું આકર્ષણ રહેતાં તેજીનો વ્યાપ વધવા સાથે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૯૦ અને ઘટનારની સંખ્યા ૭૯૫ રહી હતી. ૨૧૫ શેરોમાં ઓનલી સેલરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૨૦૨૬ કરોડની ચોખ્ખી ખરીદી, સ્ટોક ફયુચર્સમાં રૂ.૮૬૨ કરોડની વેચવાલી : DIIની કેશમાં રૂ.૧૯૫ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે કેશમાં રૂ.૨૦૨૬.૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૦૫૯.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૦૩૩.૪૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૯૫.૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૮૩૯.૬૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૦૩૫.૦૨ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૮૬૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૫૮૭.૨૫કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૭૪.૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YNGUQz
via Latest Gujarati News
0 Comments