હંમેશા પાકિસ્તાનની પડખે ઊભા રહીશું ચીનના ઉપ-પ્રમુખ વાંગનું આશ્વાસન


(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 27 મે, 2019, સોમવાર

આંતરરાષ્ટ્રીય ફલક પર ગમે તે બદલાવ આવે પણ ચીન તો હમેંશા પાકિસ્તાનના અતિ મહત્ત્વના હિતો માટે તેની પડખે જ ઊભું રહેશે, એમ પાકિસ્તાનની મુલાકાતે આવેલા ચીનના ઉપ પ્રમુખ વાંગ  ક્વિશાને કહ્યું હતું.

 બંને દશો વચ્ચેની દોસ્તીના  પ્રતિક રૂપે તેમણે ૬૦ અબજ ડોલરના ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેકટનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાન-ચાઇના ઇન્સ્ટિટયુટ  દ્વારા આયોજીત એક બેઠકમાં બોલતાં તેણે કહ્યું હતું કે હાલમાં વિશ્વમાં મોટા વિકાસના કાર્યો થઇ રહ્યા છે અને ટ્રાન્સફોરેમેશનનો સમય છે.

આ પરિસ્થિતિને સંસ્કૃત્તિ અને વિરોધાભાસી વિચારો વચ્ચેના સંઘર્ષ અને પરંપરાગત તેમજ બિન પરંપરાગત પડકારોએ વધુ ગુંચવી નાંખી હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.

'આંતરરાષ્ટ્રીય ફલક ગમે તેટલું બદલાય ચીન હમેંશા પાકિસ્તાનના મહત્ત્વના હિતોમાં તેની સાથે જ રહેશે તેમજ  પાકિસ્તાન અને ચીને આપસી અને સમાન લાભના આધારે  ખરી પસંદગી કરી હતી'એમ વાંગે કહ્યું હતું.

શાસક પક્ષ સામ્યવાદી પાર્ટી ઓફ ચાઇનાના સભ્ય એવા વાંગે કહ્યું હતું કે  સિલ્ક રૂટનો જુસ્સો જ બંને દેશોને એક સમાન વિરાસત અને ઇતિહાસના તાતણેથી બાંધી રાખે છે.તેમણે પાક.ચીન ઇકોનોમિક કોરિડોરની સફળતાની પ્રશંસા કરી હતી.તેમણે કહ્યું હતું કે કોરિડોરનો બીજો તબક્કો બંને દેશો માટે વધુ લાભકારી સાબીત થશે.

વર્ષ ૨૦૧૫માં શરૂ કરાયેલો સીપીઇસી માર્ગ, રેલવે અને ઊર્જા પ્રોજેક્ટનું સુનિોજીત  નેટવર્ક છે જે ચીનના કુદરતી સ્ત્રોતોથી ભરપુર  ઝીનઝીયાંગ ઉઘુર ઓટોનોમસ રિજનને પાકિસ્તાનના વ્યુહાત્મક  અરબી સમુદ્રમાં આવેલા ગ્વાદર બંદરને જોડે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YU7JCF
via Latest Gujarati News

Post a Comment

0 Comments