વૈશ્વિક બજારો પાછળ સપ્તાહની શરૂઆતે કડાકો : બેંકિંગ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 363 પોઈન્ટ તૂટીને 38600

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા.06 મે, 2019, સોમવાર

વૈશ્વિક મોરચે અમેરિકાએ ફરી ચાઈના સાથેની ટ્રેડ વાટાઘાટમાં જરૂરી પ્રગતિ નહીં થઈ રહ્યાનું જણાવીને ચાઈનાની અમેરિકામાં થતી ૨૦૦ અબજ ડોલરની આયાતો પર ૨૫ ટકા ટેરિફ શુક્રવારથી લાગુ કરવાની ચેતવણી આપતાં વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે  ભારતીય શેર બજારોમાં  પણ આજે ફંડોએ ઓલ રાઉન્ડ સેલીંગ કરી કડાકો બોલાવી દીધો હતો. અમેરિકા-ચાઈનાના ફરી વણસતાં સંબંધો સાથે ઘર આંગણે લોકસભા ચૂંટણીના આજે પાંચમાં તબક્કાના થયેલા મતદાન પૂર્વે કેન્દ્રમાં ફરી સ્પષ્ટ બહુમતી ધરાવતી સ્થિર સરકાર રચાશે કે એની અનિશ્ચિતતા બતાવાતાં અને ભારતનો આર્થિક વિકાસ સતત મંદ પડી રહ્યાના આંકડા તેમ જ રૂપિયા સામે અમેરિકી ડોલર નબળો પડતો અટકીને ૧૯ પૈસા વધીને રૂ.૬૯.૪૦ થઈ જતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટયામથાળેથી પાછા ફરીને સાધારણ વધી આવી બ્રેન્ટ ક્રુડ ૭૦ ડોલરની સપાટી ઉપર જતાં નેગેટીવ અસરે ફંડોનું આજે શેરોમાં ઓફલોડિંગ વધ્યું હતું. બેંકિંગ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોના હેમરીંગે સેન્સેક્સ ૩૬૨.૯૨ પોઈન્ટ તૂટીને ૩૮૬૦૦.૩૪ અને નિફટી સ્પોટ ૧૧૪ પોઈન્ટ ગબડીને ૧૧૫૯૮.૨૫  બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ ૩૮૫૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં : નીચામાં ૩૮૫૦૯ સુધી ખાબકી અંતે ૩૬૩ પોઈન્ટ તૂટીને ૩૮૬૦૦

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈ સાથે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૯૬૩.૨૬ સામે ૩૮૭૧૯.૩૩ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, એચડીએફસી લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંક તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં ફંડોના ઓફલોડિંગે અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, મારૂતી સુઝુકી સહિતમાં વેચવાલી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેકનોલોજી, એનટીપીસી, એશીયન પેઈન્ટસમાં વેચવાલીએ એક તબક્કે તૂટીને નીચામાં ૩૮૫૦૯.૭૯ સુધી ખાબકી પસંદગીના આઈટી શેરોમાં ટીસીએસ સહિતમાં આકર્ષણે આંશિક ઘટાડો પચાવીને અંતે ૩૬૨.૯૨ પોઈન્ટ ઘટીને ૩૮૬૦૦.૩૪ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ફરી ૧૧૬૦૦ની સપાટી ગુમાવી : નીચાાં ૧૧૫૭૧ સુધી તૂટી અંતે ૧૧૪ પોઈન્ટ ઘટીને ૧૧૫૯૮

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૭૧૨.૨૫ સામે ૧૧૬૦૫.૮૦ મથાળે ખુલીને આરંભથી જ ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલીએ બજાજ ફાઈનાન્સ, યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, એક્સીસ બેંક તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ જાયન્ટ ટાઈટન સાથે ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ,  હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, વેદાન્તા સાથે ઝી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, યુપીએલ, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી પોર્ટસ, હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રિટાનીયામાં ધોવાણે એક તબક્કે તૂટીને નીચામાં ૧૧૫૭૧.૩૫ સુધી આવી અંતે ૧૧૪ પોઈન્ટ ઘટીને ૧૧૫૯૮.૨૫ બંધ રહ્યો હતો.

નિફટી ૧૧,૬૦૦નો પુટ ૧૫.૩૫ થી ઉછળીને ૫૫ : નિફટી ૧૧,૭૦૦નો કોલ ૭૯.૨૦ થી ગબડીને ૨૮.૫૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોના મંદીના વેપારે કડાકો બોલાઈ ગયો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૨,૯૩,૬૭૧ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫,૮૩૮.૨૬ કરોડના કામકાજે ૭૯.૨૦ સામે ૫૦.૩૦ મથાળે ખુલીને નીચામાં ૨૩ સુધી ખાબકી અંતે ૨૮.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૨,૮૮,૧૦૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫,૧૭૧.૩૧ કરોડના કામકાજે ૧૫.૩૫ સામે ૩૩.૯૫ મથાળે ખુલીને નીચામાં ૩૦ થઈ વધીને ૬૪.૮૫ સુધી જઈ અંતે ૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૨,૩૦,૫૬૧ કોન્ટ્રેકટસમાં રૂ.૨૦,૪૨૪.૭૦ કરોડના કામકાજે ૩૪.૫૦ સામે  ૯ મથાળે ખુલીને ઉપરમાં ૨૧.૯૦ થઈ તૂટીને ૭ સુધી આવી અંતે ૧૦.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૧,૯૦,૯૯૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૭૨૩.૫૩ કરોડના કામકાજે ૧૪૭.૮૫ સામે ૯૫.૧૫ મથાળે ખુલીને નીચામાં ૫૮.૭૦ સુધી ખાબકી અંતે ૬૭.૨૫ રહ્યો હતો. 

બેંક નિફટી ફયુચર ૩૦૦૬૦ થી તૂટીને ૨૯,૮૦૫ : નિફટી મે ફયુચર ૧૧,૭૬૪ થી ઘટીને ૧૧,૬૫૨

બેંક નિફટી મે ફયુચર ૧,૦૦,૨૨૭ કોન્ટ્રેકટસમાં રૂ.૫૯૭૧.૬૨ કરોડના કામકાજે ૩૦,૦૬૦.૭૫ સામે ૨૯,૬૮૯.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૯,૮૮૦ થઈ તૂટીને ૨૯,૬૪૯ સુધી આવી અંતે ૨૯,૮૦૫ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૯૪,૭૭૪ કોન્ટ્રેકટસમાં રૂ.૮૨૮૯.૩૫ કરોડના કામકાજે ૧૧,૭૬૪.૩૦ સામે ૧૧,૬૭૧.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૬૯૫ થઈ ઘટીને ૧૧,૬૨૬.૮૫  સુધી આવી અંતે ૧૧,૬૫૨.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૨.૭૦ સામે ૧.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧.૯૦ થઈ તૂટીને ૦.૮૫ સુધી આવી અંતે ૧.૬૫  રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૫ સામે ૯.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૮.૪૦ સુધી જઈ અંતે ૨૩.૯૫ રહ્યો હતો. 

બેંકેક્સ ૩૨૮ પોઈન્ટ તૂટયો : યશ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ, એચડીએફસી શેરો ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી ફંડો, ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલી નીકળતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૭.૭૬ પોઈન્ટ તૂટીને ૩૩૧૧૭.૩૩ બંધ રહ્યો હતો. યશ બેંક રૂ.૯.૩૦ તૂટીને રૂ.૧૬૬.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૧૬.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૧.૬૫ તૂટીને રૂ.૧૫૨૭.૩૫, એચડીએફસી બેંક રૂ.૪૦.૪૦ ઘટીને રૂ.૨૩૨૮.૪૦, એક્સીસ બેંક રૂ.૯.૮૫ ઘટીને રૂ.૭૪૭.૫૫, સિટી યુનિયન બેંક રૂ.૧.૬૫ ઘટીને રૂ.૧૯૬.૩૦, કોટક બેંક રૂ.૬.૨૦ ઘટીને રૂ.૧૪૧૧.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૦૮.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૦૧.૪૦, રિલાયન્સ કેપિટલ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૧૨૬.૬૫, ડીએચએફએલ રૂ.૮.૪૦ ઘટીને રૂ.૧૩૨.૯૫, આઈડીબીઆઈ રૂ.૧.૪૫ ઘટીને રૂ.૩૮.૫૦, ઉજ્જિવન રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૩૧૩.૨૫, આઈડીએફસી લિમિટેડ રૂ.૧.૩૫ ઘટીને રૂ.૩૭.૭૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૬૮૫.૪૫, ઈન્ડિયન બેંક રૂ.૭.૨૦ ઘટીને રૂ.૨૪૬.૯૦, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૨૩.૭૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૩૦ ઘટીને રૂ.૮૭.૩૫, બજાજ ફાઈનાન્સ રૂ.૭૨.૪૫ ઘટીને રૂ.૩૦૩૬.૮૦, એચડીએફસી લિમિટેડ રૂ.૪૨.૭૫ ઘટીને રૂ.૧૯૬૭.૨૫, ચૌલા ફિન રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૧૨૯૨.૫૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૩૯૫.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૭.૭૬ પોઈન્ટ તૂટીને ૩૩૧૧૭.૩૩ બંધ રહ્યો હતો. 

ઓટો ઉદ્યોગમાં મંદ માંગના  સંકટે  ફંડોની વેચવાલી : મધરસન સુમી,  ટાટા મોટર્સ, ભારત ફોર્જ, હીરો મોટોકોર્પ ઘટયા

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદ માંગના સંકટના પરિણામે ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવ્યા બાદ આજે ફરી સાધારણ વધીને બ્રેન્ટ ૭૦ ડોલરની સપાટી કુદાવી હતી. મધરસન સુમી રૂ.૭.૭૫ ઘટીને રૂ.૧૩૩.૭૦, ટાટા મોટર્સ રૂ.૯.૪૦ ઘટીને રૂ.૨૦૦.૧૦, ભારત ફોર્જ રૂ.૧૬.૫૦ ઘટીને રૂ.૪૭૦.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૪૫ ઘટીને રૂ.૮૬૬.૫૦, અપોલો ટાયર રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૯૭.૪૫, અશોક લેલેન્ડ રૂ.૧.૪૦ ઘટીને રૂ.૮૭.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૩૯.૬૫ ઘટીને રૂ.૨૫૨૭.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૯૫ ઘટીને રૂ.૬૩૮.૬૦, બજાજ ઓટો રૂ.૩૦.૬૫ ઘટીને રૂ.૩૦૩૦, એક્સાઈડ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૨૧૪.૯૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪.૯૦ ઘટીને રૂ.૭૧૦.૯૦ રહ્યા હતા. 

અમેરિકા દ્વારા ચાઈનાની ૨૦૦ અબજની ચીજો પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની ચેતવણીએ મેટલ શેરોમાં ધોવાણ

અમેરિકા અને ચાઈના વચ્ચેની ટ્રેડ વાટાઘાટમાં ફરી પ્રતિકૂળતાના સંકેતે વચ્ચે અમેરિકાએ ચાઈનાની ૨૦૦ અબજ ડોલરની આયાતો પર શુક્રવારથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની ચેતવણી આપતાં નેગેટીવ અસરે ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી થઈ હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૧૭૩.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૨૯૭.૨૫, એનએમડીસી રૂ.૩.૪૫ ઘટીને રૂ.૯૬.૫૦, સેઈલ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૫૫.૦૫, નાલ્કો રૂ.૧.૬૫ ઘટીને રૂ.૫૦.૫૫, હિન્દાલ્કો રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૯૯.૨૦, ટાટા સ્ટીલ રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૫૩૫.૫૫, વેદાન્તા રૂ.૧૬૬.૮૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૪૦ ઘટીને રૂ.૨૭૨.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૩૮.૫૦ પોઈન્ટ તૂટીને ૧૧૨૫૫.૮૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુ. શેરોમાં ગાબડાં : ટાઈટન રૂ.૬૪ તૂટીને રૂ.૧૦૮૧ : વીઆઈપી, સિમ્ફની, વ્હર્લપુલ, બજાજ ઈલેક્ટ્રિકલ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે મોટું ઓફલોડિંગ થયું હતું. ટાઈટન રૂ.૬૩.૭૫ તૂટીને રૂ.૧૦૮૧.૮૦, વીઆઈપી રૂ.૮.૪૫ ઘટીને રૂ.૪૪૩.૧૦, સિમ્ફની રૂ.૨૩.૪૫ ઘટીને રૂ.૧૩૫૬.૭૫, વ્હર્લપુલ રૂ.૨૩.૫૦ ઘટીને રૂ.૧૩૬૬.૨૦, બજાજ ઈલેકટ્રિકલ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૫૫૪.૬૫, ક્રોમ્પ્ટન રૂ.૧.૮૫ ઘટીને રૂ.૨૨૯.૪૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : ૨૦૨ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ : ૧૬૩૪ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી વ્યાપક ઓફલોડિંગ થતાં ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૪ અને વધનારની  સંખ્યા ૮૩૧ રહી હતી. જ્યારે ૨૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

FIIની કેશમાં રૂ.૯૪૯ કરોડ, ફયુચર્સમાં રૂ.૧૪૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૦ કરોડની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-સોમવારે કેશમાં રૂ.૯૪૮.૯૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૮૫૯.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૮૦૮.૪૬ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં પણ કુલ રૂ.૧૪૭૬ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૯૧૨.૬૬ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૫૬૩.૫૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૯.૮૯ કરોડની ચોોખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૩૬૧.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૨૭૧.૪૯ કરોડની વેચવાલી થઈ હતી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VOfADV
via Latest Gujarati News

Post a Comment

0 Comments