રંજન ગોગોઇને ફસાવવાના કાવતરામાં એફઆઇઆરની માગ કરતી અરજીની સુનાવણી નિર્ધારિત સમયે થશે : સુપ્રીમ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને ફસાવવા માટે ઘડાયેલા કથિત કાવતરાના કેસમાં એફઆઇઆર દાખલ કરવા સીબીઆઇને નિર્દેશ આપવાની માગ કરતી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. જો કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તે આ અરજીની સુનાવણી નિર્ધારિત સમયે જ થશે. 

આ અરજી તાત્કાલિક સુનાવણીની માગ ન્યાયમૂર્તિ એસ એ બોબડે અને એસ એ નઝીરની બનેલી ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી. 

અરજી દાખલ કરનાર એમ એલ શર્માએ માગ કરી હતી કે આ અરજીની સુનાવણી ૮ મેના રોજ કરવામાં આવશે. જો કે સુપ્રીમ કોર્ટ અરજકર્તાની આ માગ ફગાવી દીધી છે. 

શર્માએ પોતાની અરજીમાં માગ કરી હતી કે આ અરજીની સુનાવણી એ જ ખંડપીઠને સોંપવામાં આવે જેણે વકીલ ઉત્સવ સિંહ બૈંસે ના એફિડેવિટની સમીક્ષા કરી હતી. 

ઉત્સવ બૈંસે એફિડેવિટમાં જણાવ્યું હતું કે સીજેઆઇની વિરુદ્ધ આરોપ લગાવનાર મહિલા વતી કેસ લડવા માટે મને અજય નામની વ્યકિતએ ૧.૫ કરોડ રૃપિયાની ઓફર કરી હતી. ઉત્સવે વધુમાં જણાવ્યું હતું કે આ વ્યકિતએ પ્રેસ કલબમાં સીજેઆઇની વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવા પણ જણાવ્યું હતું. 

ઉત્સવે વધુમાં જણાવ્યું હતું કે એક ખૂબ જ વિશ્વસનીય વ્યકિતએ તેમને જણાવ્યું હતું કે અનિલ ્અંબાણીએ પોતાની તરફેણમાં ચુકાદો લાવવા માટે સુપ્રીમ કોર્ટના એક જજનો સંપર્ક કર્યો હતો.જ્યારે આ વ્યકિત અસફળ રહી તો તેણે એક કથિત ફિક્સર સાથે મળી સીજેઆઇ વિરુદ્ધ જૂઠા આરોપોનું કાવતરું ઘડયું જેથી તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધારી શકાય. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LsAxAh
via Latest Gujarati News

Post a Comment

0 Comments