
કોલકાતા, તા. 6 મે, 2019, સોમવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્નેએ ફાની વાવાઝોડાને લઇને એકબીજા પર આરોપો લગાવ્યા હતા. મોદીએ દાવો કર્યો હતો કે મે ફાની વાવાઝોડા માટે બે વખત માહિતી માગી તો પણ મમતાએ ન આપી.
જ્યારે મમતાએ મોદી પર વળતો પ્રહાર કર્યો હતો. મમતાએ જણાવ્યું હતુ કે હું એક્સ્પાયરી વડા પ્રધાનની સાતે સ્ટેજ શેર કરવા નથી માગતી. મમતાએ સાથે એમ પણ કહ્યું હતું કે હું વડા પ્રધાનનો કોલ એટલા માટે ન લઇ શકી કેમ કે હું તે સમયે ખડગપુરમાં હતી. એક રેલીને સંબોધતી વેળાએ મમતાએ આ સ્પષ્ટતા કરી હતી.
મમતાએ વધુમાં જણાવ્યું હતું કે હું એવા વડા પ્રધાનની સાથે બેસવા નથી માગતી કે જેની તારીખ પુરી થઇ ગઇ હોય, મમતાએ મોદીને એક્સ્પાયરી પીએમ ગણાવ્યા હતા. સાથે મમતાએ ટોણો મારતા કહ્યું કે મારી ઇચ્છા છે કે મોદીની છાતી ૫૬ ઇંચથી વધીને ૧૧૨ ઇંચની થઇ જાય.
બાદમાં જય શ્રી રામના નારાના વિવાદના જે આરોપો લાગ્યા તેને ટાંકીને મમતાએ જણાવ્યું હતું કે ટીએમસી ટી એટલે ટેંપલ, એમ એટલે મસ્જિદ અને સી એટલે ચર્ચ સાથે ખભેખભો મિલાવીને ચાલશે કેમ કે મારી સરકાર કોમવાદ અને જાતીવાદમાં નહીં પણ બિન સાંપ્રદાયીક્તામાં માને છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H4WUWS
via Latest Gujarati News
0 Comments