કર્ણાટક - ઓડિશાના વિદ્યાર્થીઓ માટે ૨૦ મેએ ફરી નીટ યોજાશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

કર્ણાટકના જે વિદ્યાર્થીઓ ટ્રેન લેટ પડવાના લીધે મેડિકલ કોર્સ માટેની પ્રવેશ પરીક્ષા નીટ આપી શક્યા નથી એમને માટે આગામી તા.૨૦ મેએ ફેર - પરીક્ષા યોજાશે.

કેન્દ્રના માનવસંપદા વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે ટ્વીટ મારફતે આમ જણાવ્યું હતું. દેશભરમાં મેડિકલ કોર્સની પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટિ - કમ - એન્ટરન્સ ટેસ્ટ (નીટ) ગયા રવિવારે યોજાઇ હતી.

જો કે કર્ણાટકના હજારો વિદ્યાર્થીઓને લઇ જતી ટ્રેનને બેંગલુરૃ પહોંચતા, પરીક્ષા માટેના રિપોર્ટિંગ ટાઇમ કરતાં એક કલાક મોડું થતાં, વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા ચૂકી ગયા હતા.

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિધ્ધારામૈયાએ આ બનાવની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરી હતી.

નીટનું પ્રથમ વાર આયોજન કરી રહેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું છે કે ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે.ફાની વાવાઝોડાના લીધે ઓડિશામાં પણ નીટ પરીક્ષા મોકૂફ રખાઇ હતી. ત્યાં પણ તા. ૨૦ મેએ એનું ફેર આયોજન થશે, એમ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીએ જણાવ્યું.ત્યાં પણ પરીક્ષા કેન્દ્રો અગાઉ હતા એ જ રહેશે, એમ અધિકારીએ ઉમેર્યું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VmFgIf
via Latest Gujarati News

Post a Comment

0 Comments