CBSEના ધોરણ દસની પરીક્ષામાં પણ છોકરીઓ આગળ: 13 વિદ્યાર્થીઓ ટોપર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

આજે જાહેર થયેલા CBSE ના ધોરણ દસની પરિક્ષાના પરિણામમાં પણ છોકરાઓ કરતાં છોકરીઓ આગળ રહી હતી. કુલ ૧૩ વિદ્યાર્થીઓ એ ૫૦૦માંથી ૪૯૯ માર્ક્સ મેળવ્યા હતા. બોર્ડ દ્વારા આજે પરિણામ જાહેર કરાયા હતા જેમાં ૯૧.૧૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.આ પરિણામ ગયા વર્ષ કરતાં ૪.૪૦ ટકા વધુ છે.

છોકરીઓના પાસ થવાની ટકાવારી ગયા વર્ષના ૮૮.૬૭ સામે આ વખતે ૯૨.૪૫ રહી હતી જ્યારે છોકરાની ટકાવારી ગયા વર્ષના ૮૫.૩૨ ટકા સામે આ વખતે ૯૦.૧૪ ટકા રહી હતી.

છોકરીઓએ છોકરાઓ કરતાં ૨.૩૧ ટકા સારો દેખાવ કર્યો હતો. ટ્રાન્સજેન્ડરના પાસની ટકાવારી ૯૪.૭૪ રહી હતી. 

બીજા ક્રમે ૨૫ વિદ્યાર્થીઓ રહ્યા હતા જેમણે ૫૦૦માંથી ૪૯૮ માર્ક મેળવ્યા હતા જ્યારે ત્રીજા ક્રમે ૪૯૭ માર્ક સાથે ૫૯  વિદ્યાર્થીઓ રહ્યા હતા.

વિદ્યાર્થીઓને અભિનંદન આપતા વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે' CBSE ના ધોરણ દસની પરિક્ષા પાસ કરનાર મારા યુવાન મિત્રો પર મને ગર્વ છે. તેમના આગળના અભ્યાસ માટે મારી શુભેચ્છા. આ તેજસ્વી વિદ્યાર્થીઓ આપણને આવું ગૌરવ અપાતા રહે. તેમના શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન'.

કેન્દ્રના માનવ સંસાધાન મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ૧૬ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમણે મેળવેલી સિધ્ધીઓ બદલ અભિનંદન આપ્યા હતા.ઉપરાંત ખૂબ જ સરળતાથી અને અવરોધ વગર પરિક્ષા લેવા બદલ સીબીએસઇને પણ અભિનંદન આપ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PSdmhw
via Latest Gujarati News

Post a Comment

0 Comments