(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૬
ટ્રમ્પ વહીવટી તંત્ર વિદેશી કામદારોને હંગામી ધોરણે અમેરિકામાં બોલાવવા માટે વધુ ૩૦,૦૦૦ વિઝા જારી કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ વિઝા જારી કરવામાં આવે તેવી શક્યતા છે.
એચ-૨બી વિઝા રિટર્નિંગ ફોરેન વર્કરને આપવામાં આવે છે. આ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે કે જે થોડાક સમય પછી પોતાના વતન પાછા ફરવાના હોય છે. આવા વિઝા હોલ્ડરોને થોડાક સમય પછી તે જ કંપનીમાં નોકરી માટે ફરી જાય છે.
મજબૂત અર્થતંત્રમાં કંપનીઓ માટે મજૂરી કામ માટેના કામદારો મળતા નથી. બીજી તરફ એક નાણાકીય વર્ષમાં ફક્ત ૬૬,૦૦૦ સિઝનલ વિઝા આપી શકાય છે.
ફિશરિઝ કંપનીએો, સિઝનલ હોટેલ સહિતના કેટલીક કંપનીઓમાં સિઝનલ વર્કરની મોટા પાયે જરૃર પડે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WmZWfL
via Latest Gujarati News
0 Comments