(પીટીઆઇ) અંબાલા, તા. ૬
ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ જ ધીમી ચાલતી હોવાથી અમેરિકા ચાલુ સપ્તાહમાં ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારીને ૨૫ ટકા કરશે તેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચીનનું ડેલિગેશન અંતિમ તબક્કાની ચર્ચા કરવા માટે બુધવારે વોશિંગ્ટન પહોંચશે.
ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું છે કે છેલ્લા દસ મહિનાની ચીન ૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકા અને ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૧૦ ટકા ડયુટી ભરી રહ્યું છે. શુક્રવારથી ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની ડયુટી ૧૦ ટકાથી વધીને ૨૫ ટકા થઇ જશે.
છેલ્લા વર્ષથી બંને દેશો એકબીજાની ૩૬૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારી છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહ સુધી ટ્રમ્પ જણાવતા હતા કે ચીન સાથેની વેપાર મંત્રણા સારી ચાલી રહી છે.
ટ્રમ્પે જણાવ્યું છે કે તે ચીન સાથેની વેપાર ખાધ ઘટાડવા માગે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં ચીન સાથેની વેપાર ખાધ ૩૭૮.૭૩ અબજ ડોલર રહી હતી.
ચીન પર દબાણ વધારવા માટે ટ્રમ્પે ધમકી આપી છે કે અમેરિકામાં પ્રવેશતી ચીનની તમામ વસ્તુઓ પર ડયુટી નાખવામાં આવશે. ચીને ગયા વર્ષે અમેરિકામા ૫૩૯.૫ અબજ ડોલરની નિકાસ કરી હતી.
આ દરમિયાન ચીને જણાવ્યું છે કે ટ્રમ્પની ધમકી છતાં ચીનનું ડેલિગેશન મંત્રણા માટે વોશિંગ્ટન જશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DNa0Yf
via Latest Gujarati News
0 Comments