
દરેક વિષયના છેલ્લા ૧૦ વર્ષના પેપર રીફર કર્યા હતા
સોનારિકા સેન
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ
૯૬.૪
બોપલ ખાતે રહેતી અને તુલીપ ખાતે અભ્યાસ કરતી સોનારિકા તેની સ્કૂલમાં પ્રથમ છે. જેણે ઇંગ્લિશમાં-૯૮, મેથ્સ-૯૬, સોશિયલ સાયન્સમાં ૯૫ માર્કસ મેળવ્યા છે. આ અંગે વાત કરતા તેણે કહ્યું કે, મેં વર્ષ દરમિયાન એનસીઆરટીની બૂક જ તૈયાર કરી છે અને આ ઉપરાંત દરેક વિષયના છેલ્લા ૧૦ વર્ષના પેપર રીફર કર્યા છે. આમ, તો મે જે પ્રમાણે ગોલ સેટ કર્યો હતે તેનાથી રિઝલ્ટ થોડુ ઓછું છે પણ હું ખુશ છું. સારા પરિણામ માટે એક્ઝામ પહેલાના ૧ મહિનાથી સોશિયલ મિડીયાથી દૂર રહી હતી.
અભ્યાસમાં નિયમિતતા જાળવી ખૂબ જરૃરી છે
તારુષી ગુપ્તા
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ
૯૪.૬
બોપલ ખાતે રહેતી તારુષિમાં મેથ્સમાં ૯૯ અને સોશિયલ સાયન્સમાં ૯૬ સાથે ઉતિર્ણ થઇ છે. આ અંગે વાત કરતા તેણીએ કહ્યું કે, મેં ૧૦માંની શરૃઆતમાંજ મારો ગોલ સેટ કરી દીધો હતો કે મારે ૯૫ ટકાની આસપાસ લાવાવા છે તે ગોલ અર્ચિવ થયો તેની ખુશી છે. મેં વર્ષ દરમિયાન એક સરખો અભ્યાસ રાખ્યો અને નિયમિતતા જાળવી જેનાથી પરિણામમાં સારી મદદ મળી. હું સ્કૂલ અને ટયૂશન કરતા સેલ્ફ સ્ટડી પર વધારે ધ્યાન આપતી હતી.ટેલિવિઝન અને સોશિયલ મિડીયાથી અંતર જાળવ્યું હતું.
મેથ્સ, સાયન્સ અને સોશિયલ સાયન્સમાં ૯૫ માર્કસ મેળવ્યા
હર્ષિતા જૈન
એપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ
૯૪
શાહિબાગ ખાતે રહેતી અને એપીએલ સ્કૂલ ખાતે અભ્યાસ કરતી હર્ષિતા મેથ્સ, સાયન્સ અને સોશિયલ સાયન્સ જેવા મેઇન વિષયોમાં એકસરખા ૯૫ માર્કસ લાવી છે. આ અંગે વાત કરતા તેણીએ કહ્યું કે, ટયૂશન અને સ્કૂલમાં જે અભ્યાસ કર્યો આ રિઝલ્ટ તેનુ જ પરિણામ છે. મેં પરિક્ષાના એક મહિના પહેલા જ તૈયારી કરવાનુ શરૃ કર્યું હતું. હું બિજા સ્ટુડન્ટસની જેમ ૮-૧૦ કલાક વાંચતી નહતી પણ જે ભણું તે ક્વોલિટી વાળુ ભણતી હતી જેથી વાંધો ન આવ્યો.
દિવસની ૧૨ કલાક મહેનત કરતો હતો
યશ ચંદવાની
એપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ
૯૧.૩
એપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા યશ ધોરણ ૧૦ સીબીએસસીની પરિક્ષામાં ૯૧.૩ ટકા સાથે ઊંચુ રિઝલ્ટ મેળવ્યુ છે. આ અંગે વાત કરતા યશે કહ્યું કે, સ્કૂલ અને ટયૂશનમાં લેવાતી એક્ઝામની તૈયારીમાં મારો સિલેબલ પુરો થયો હતો. મેં સતત વાંચવાનુ ચાલુ રાખ્યું હતું. દિવસના ૧૨ કલાક મબેનત કરતો અને જ્યારે પણ કંટાળુ ત્યારે રિફ્રેશ થવા માટે મેદાનના ચક્કર લગાવી આવતો.
પેરેન્ટ્સને મેં પ્રાઉડ ફીલ કરાવવાનો ગોલ સેટ કર્યો હતો
અવની તુગાંરે
શાંતિ એસિયાટીક સ્કૂલ
૯૭.૮
શૈલા ખાતે રહેતી અને શાંતિ એસિયાટીક ખાતે અભ્યાસ કરતી અવનીએ તેની સ્કૂલમાં ટોપ કર્યું છે. જેણે સોશિયલ સાયન્સમાં ૧૦૦ ગુણ, મેથ્સમાં ૯૯ અને સાયન્સમા ૯૬ ગુણ મેળવ્યા છે આ અંગે વાત કરતા તેણીએ કહ્યું કે,મેં દરેક ચેપ્ટરનું પુનરાવર્તન કર્યું હતું જેણે મને સારુ રિઝલ્ટ મેળવવામાં ખુબ મદદ કરી. મે વર્ષની શરૃઆતથી મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવાનો ગોલ સેટ કર્યો હતો. આ સાથે હું જુના વર્ષના પેપરને કેન્દ્રમાં રાખીને તૈયારી કરતી હતી અને રિફ્રેશમેન્ટ માટે પણ બૂક જ વાંચવાનું પસંદ કરતી હતી.
IITમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો છે
નિખિલ વાઢેરા
ડીપીએસ બોપલ
૯૮.૫
સારા માર્ક્સ મેળવવા માટે રેગ્યુલર વાંચન કરવું ખૂબ જરૃરી હોય છે, એક્ઝામ સમયે હું પૂર્ણ દિવસ વાંચન કરતો હતો. મારા મત મૂજબ સ્કૂલ સાથે ક્લાસિસ હોવાથી દરેક વિષયના રીવીઝન માટે ફાયદો થાય છે. અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યો છું. મારે ૈંૈં્માં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો છે.
ફોકસ માટે સોશિયલ મીડિયાથી દૂર જ રહુ છું
નુપુર શ્રીવાસ્તવ
નિર્માણ સ્કૂલ
૯૬
બોર્ડની એક્ઝામ માટે વર્ષ દરમિયાન ક્લાસમાં થયેલી એક્ટિવિટી પર ધ્યાન આપવું જોઇએ, ઉપરાંત એક્ઝામ પહેલા પેપર સોલ્યુશન વધારે ઉપયોગી બને છે. સોશિયલ મીડિયા ક્યારેક તો અભ્યાસને ડિસ્ટર્બ કરે જ છે. તેથી હું સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું જ પસંદ કરૃ છું. મારે હવે બાયોલોજીમાં આગળ અભ્યાસ કરવો છે.
છ મહિના પહેલા જ તૈયારી શરૃ કરી હતી
શ્રુજા ઠક્કર
નિર્માણ સ્કૂલ
૯૩.૬
એક્ઝામ સમયે પ્રેશર રહે નહીં માટે છ મહિના પહેલા તૈયારી શરૃ કરી હતી, તૈયારીના ભાગરૃપે પસંદગીના સબ્જેક્ટ પહેલા પૂર્ણ કર્યા અને બીજા સબ્જેક્ટ માટે વધારે સમય ફાળવ્યો હતો. ઉપરાંત સારા માર્ક્સ મેળવી શકાય તેવા સબ્જેક્ટને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરૃ છું, પરંતુ બોર્ડ હોવાથી ઉપયોગ થોડો ઓછો કર્યો હતો. મારે આઇઆઇટીમાં જવું છે.
થીયરીના વિષયોને સ્ટોરીની જેમ યાદ રાખ્યા
નિખર્વ દોમડીયા
ઝેબર સ્કૂલ
૯૬
એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા અને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે સબ્જેક્ટને સમજવો જોઇએ જોઇએ, ગોખણપટ્ટી માત્ર થોડા સમય માટે ઉપયોગી છે. મે થીયરીના વિષયોને સ્ટોરીની જેમ યાદ રાખ્યા હતા. એક્ઝામમાં મારી બેથી ત્રણ મહિનાની તૈયારીઓ હતી, જેની સાથે રમતને પણ સમય આપ્યો હતો. સોશિયલ મીડિયા બે વર્ષ માટે બંધ કર્યું હતું. હવે મારે સાયન્સમાં આગળ વધવું છે.
સોશિયલ મીડિયા તો દૂરની વાત છે, હું ફોન પણ યુઝ નથી કરતો
હાર્દ પટેલ
ઝેબર સ્કૂલ
૯૫
એક્ઝામ સમયે મને કોઇપણ પ્રકારની ચિંતા નહોતી, કારણ કે હું દરેક વિષયની તૈયારીઓ રેગ્યુલર કરતો હતો. જ્યારે છેલ્લા સમયે પેપર સોલ્યુશન કર્યા જેનો પણ ઘણો ફાયદો જોવા મળ્યો હતો. મારા માટે સોશિયલ મીડિયા તો દૂરની વાત છે, હું ફોન પણ યુઝ નથી કરતો. મિત્રો સાથે વાત કરવા માટે મમ્મીનો ફોન ઉપયોગ કરૃ છું. હવે મારે આઇઆઇટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં જવાનો ગોલ છે.
માતા-પિતાની જેમ પિડીયાટ્રિશિયન બનવુ છે
દ્વિજા કક્ક્ડ
ઉદ્ગમ સ્કૂલ
૯૮.૬
ઉદ્ગમ સ્કૂલની ટોપર દ્વિજા કક્કડે કહ્યું કે, મારા માતા અને પિતા બન્ને પિડીયાટ્રિશિયન છે અને મારે પણ પિડીયાટ્રિશિયન બનવું છે તે માટે મહેનત કરવી જરૃરી હતી મારે મેથ્સ અને સોશિયલ સાયન્સમાં ૧૦૦ ગુણ છે જ્યારે સાયન્સમાં ૯૯ માર્કસ મેળવ્યા છે.મને લાગે છે કે જે આખા વર્ષ દરમિયાન ભણાય છે તે પરિક્ષામાં વધારે કામ લાગે છે. હું સૌથી વધારે સ્કૂલમાં ધ્યાન આપતી હતી જેથી કરીને ઘરે ઓછું ધ્યાન આપવું પડે.
કોઇ પણ હેલ્થ પ્રોબ્લેમ ન થાય તેને ધ્યાનમાં રાખીને તૈયારી કરી
શ્રીલ ઠુમ્મર
શાંતિ એસિયાટીક સ્કૂલ
૯૫.૮
બોડકદેવ વિસ્તાર ખાતે રહેતી શ્રિલે મેથ્સમાં ૯૫, સાયન્સમાં ૯૯ અને સોશિયલ સાયન્સમાં ૯૮ માર્કસ મેળવ્યા છે. આ અંગે વાત કરતા તેણીએ કહ્યું કે, મારા મમ્મી-પપ્પાએ હું આખા વર્ષ દરમિયાન સ્ટ્રેસથી દૂર રહુ તેનુ ધ્યાન રાખ્યું હતું. તેમણે ઘરમાંમ બોર્ડનો હાવ ઉભો નહતો કર્યો. એટલે હું ક્વોલોટી સેલ્ફ સ્ટડી કરી શકી. આ ઉપરાંત કોઇ પણ હેલ્થ પ્રોબ્લેમ ન થાય તેને ધ્યાનમાં રાખીને વધુ વાંચવા રાતોની રાતો નહતી જાગતી હું વાંચવા માટે સવારનો સમય પસંદ કરતી હતી
પોતાની મહેનત પર વિશ્વાસ હોય તો ટયુશન જરૃરી નથી
અર્ચિત રાય
ડીપીએસ બોપલ
૯૮.૩
બોર્ડ માટે દરેક વિષયોને સરખું મહત્ત્વ આપવા માટે હું ટાઇમ ટેબલ મુજબ વાંચન કરતો હતો. ઉપરાંત વધારે તૈયારીઓ માટે એનસીઆરટી અને સેમ્પલ પેપરનો સહારો લીધો હતો. જેનો ફાયદો પરિણામમાં જોવા મળ્યો હતો. કોઇ વિદ્યાર્થી પોતાની મહેનત પર વિશ્વાસ રાખી તૈયારી કરી શકે તો તેને ટયુશનની જરૃર પડતી નથી. હવે મારે ડિઝાઇનીંગ અથવા તો એન્જિનિયરિંગના ફિલ્ડમાં જવું છે.
અર્થશાસ્ત્ર વધારે પસંદ હોવાથી કોમર્સમાં જવું છે
ખ્યાતી જૈન
સંત કબિર સ્કૂલ
૯૮.૨
હું પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારથી હું શિડયુલ મુજબ વાંચન કરૃ છું. બોર્ડની એક્ઝામ માટે હું રેગ્યુલર ૧૦ કલાકનું વાંચન કરતી હતી. તૈયારીના ભાગરૃપે પેપર સોલ્યુશન કર્યા હતા. મને આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો વધારે પસંદ હોવાથી કોમર્સમાં આગળ વધવું છે અને સીએ બનવું છે. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી જ નથી.
યોગ્ય શિડયુલ દ્વારા ગોલ સુધી પહોચી શકાયું
તિર્થ રામોલીયા
સંત કબિર સ્કૂલ
૯૭.૬
વર્ષની શરૃઆતથી જ રેગ્યુલર ૮ કલાકનું વાંચન દ્વારા નિર્ધારિત પરિણામ હાંસલ કરી શક્યો. વાંચન માટે યોગ્ય શિડયુલ બનાવ્યું હતું, જેમાં દરેક વિષયનું સંપુર્ણ વાંચન અને રીવીઝન પણ કર્યું હતું. ઉપરાંત એનસીઆરટી અને સેમ્પલ પેપર પણ પરીક્ષા માટે ઉપયોગી રહ્યાં છે. હવે મારે આઇઆઇટીમાં જવાની ઇચ્છા છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/301BPWj
via Latest Gujarati News
0 Comments