હાર્દવ રાવલ
ડીપીએસ બોપલ
૯૯.૨
ટયુશન વગર જ તૈયારી કરવી ઘણા સ્ટુડન્ટસ માટે અઘરી હોય છે. પરંતુ મેં બોર્ડની તૈયારીઓ માટે માત્ર સ્કૂલના અભ્યાસનો આધાર રાખ્યો હતો. બોર્ડમાં રેંકિગ મેળવવા માટે મેં કોન્સેપ્ટ અને ફંડામેન્ટલ પર વધારે ધ્યાન આપ્યું હતું. ટેક્સબૂક્સ અને એનસીઆરટી પર ફોકસ કરવાથી સીબીએસઇ બોર્ડમાં સારા માર્ક્સ સ્કોર કરી શકાય છે. સાથે હું ૭ કલાક જેટલું વાંચન કરતો હતો. હવે મારે આઇઆઇટીમાં કોમ્પ્યુટર સાયન્સ અથવા તો એરોનોટિકલ એન્જિનિયરિંગમાં જવાની ઇચ્છા છે.
કથકના વાઇબ્સ બોર્ડમાં સ્ટ્રેસ ફ્રી રાખવામાં મદદરૃપ થયા
વંશિતા શાહ
એશિયા ઇંગ્લિશ સ્કૂલ
૯૧.૩
એશિયા ઇંગ્લિશ સ્કૂલ ખાતે અભ્યાસ કરતી વાંશિતા એ કહ્યું કે, બોર્ડ હોવાને કારણે મે મારી એક્સટ્રા એક્ટીવીટી બંધ કરી ન હતી.હું છેલ્લા ઘણો વર્ષોથી કથક કરુ શીખુ અને સ્ટેજ પરફોર્મન્સ આપુ છું. કથક મારા જીવનમાં મને એનર્જી પુરી પાડે છે. કથકમાંથી મળતા વાઇબ્સ મને સતત સ્ટ્રેસ ફ્રી રાખવામાં મદદરૃપ થયા હતા, હું ભણવાની સાથે સાથે કથક, ડ્રોઇંગ ક્લાસ અને સ્કૂલ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી અને મમ્મી સાથે ડાન્સમાં પણ જતી હતી. જેનાથી સ્ટ્રેસ પડતો નહતો અને રિફ્રેશમેન્ટ થઇ જતું. મારે ભવિષ્યમાં બાયોલોજીમાં આગળ વધવુ છે તે માટે આ વર્ષે ઊંચુ પરિણામ લાવવું જરૃરી હતું.
ટયુશન વિના એક જ સ્કૂલના બે વિદ્યાર્થીને સરખા ૯૬.૧૭%

બોર્ડની એક્ઝામની તૈયારી ધોરણ ૯થી જ શરૃ કરી હતી. રિડીંગ મેનેજમેન્ટ દિવસનું ૬થી ૮ કલાકનું હતું. સામાજિક વિજ્ઞાાનમાં પૂરેપૂરા ૧૦૦ અને મેથ્સમાં ૯૭ માર્કસ આવ્યા છે. મારે ટયુશન વિના સેલ્ફ સ્ટડી કરીને બધા જ વિષયની તૈયારી કરી હતી. તેમજ ત્રણ વર્ષના પેપરનું સોલ્યુશન કર્યું હતું જેનાથી સમયસર પેપર પૂર્ણ રીતે લખી શકી હતી અને મારા ટાર્ગેટ સુધીના પર્સન્ટેઝ મેળવી શકી છું. કોઇ વિષય અઘરો લાગે તો તેનું સોલ્યુશન માટે શિક્ષકની મદદ લેતી હતી. મધર હાઉસ વાઇફ છે અને ફાધર બિઝનેસમેન છે. મારો કેરિયર ગોલ બિઝનેસ કરવાનો છે. માનસી વલીરમાણી
દરેક વિષયને સંપૂર્ણ ન્યાય મળે તેવી રીતે તૈયારી કરવાનું શિડયુલ બનાવ્યું હતું. અઘરા વિષય માટે ફાધર અને દાદા અને શિક્ષકની મદદથી તૈયારી કરી હતી. દિવસની ૭થી ૮ કલાકનું વાંચન કરતો હતો. છેલ્લાં પાંચ વર્ષના અલગ અલગ વિષયના પેપરનું સોલ્યુશન કર્યું હતું. મારે કોઇ ટયુશન ન હતું. મેથ્સમાં ૯૯, વિજ્ઞાાનમાં ૯૭ કોમ્પ્યુટરમાં ૯૯ માર્કસ મેળવ્યા છે. મને મ્યુઝિક ઇન્સટ્રુમેશન અને ક્રિકેટનો ઘણો જ શોખ છે અને એક્ઝામના દિવસે પણ ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરતો હતો. પરિવારના સભ્યનું કોઇ પ્રેશર કર્યું ન હતું જેનાથી આત્મવિશ્વાસમાં પણ ઘણો જ વધારો થયો હતો. ભાષાકીય સાથે અઘરા વિષયમાં મૂંઝવણ હોય તો શિક્ષક અને પરિવારના દરેક સભ્ય મદદ કરતા અને વિષયની તૈયારી કરીને સ્કૂલ ટોપર બન્યો છે. સર્વજ્ઞા આચાર્ય
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UZxWgF
via Latest Gujarati News
0 Comments