અમેરિકન ડોલર સામે રૂપિયામાં 49 પૈસાનો સંગીન સુધારો

અમદાવાદ, તા.24 મે, 2019, શુક્રવાર

તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં એનડીએને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મળવા સાથે હવે પુન: વિદેશી રોકાણનો પ્રવાહ વધવાની ગણતરી પાછળ આજે અમેરિકન ડોલર સામે રૂપિયો ૫૦ પૈસા સુધરીને ૬૯.૫૩ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

ગઈકાલે મત ગણતરી હાથ ધરાયા બાદ ફરી એકવાર એનડીએને સ્પષ્ટ બહુમતી મળતાં હુંડિયામણ બજાર પર પણ સાનુકૂળ અસર થવા પામી હતી. બીજી તરફ આગામી સમયમાં ફરી એકવાર વિદેશી રોકાણનો પ્રવાહ ભારત તરફ વળે તેવી પ્રબળ સંભાવનાઓ વિશ્લેષકોએ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી એકવાર ક્રૂડના ભાવ ઘટતાં તેની પણ રૂપિયા પર સાનુકૂળ અસર થઈ હતી. તો બીજી તરફ ટ્રેડ વોરના ચિંતિત માહોલ વચ્ચે પણ એશિયાઈ દેશોની કરન્સીમાં જોવાયેલ સુધારાની પણ રૂપિયા પર સાનુકૂળ અસર જોવા મળી હતી.

આ અહેવાલો પાછળ હુંડિયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે રૂપિયો ૬૯.૭૫ની સપાટીએ ખૂલ્યા બાદ આજે સંપૂર્ણ સત્ર દરમિયાન ૬૯.૮૧ અને ૬૯.૫૦ વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે ૪૯ પૈસા સુધરીને ૬૯.૫૩ની સપાટીએ મજબૂત રહ્યો હતો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QlKSNj
via Latest Gujarati News

Post a Comment

0 Comments