
નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર
ભારતના રાજકીય પક્ષોએ અત્યાર સુધી ફેસબુક અને ગુગલ પર વિજ્ઞાપન આપવા માટે ૫૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. શાસક ભાજપનો હિસ્સો સૌથી મોટો હતો. ફેસબુક સાથે જોડાયેલા અહેવાલ અનુસાર,ફેસબુકમાં ફેબુ્રઆરીની શરૂઆતથી ૧૫મે સુધી ૧.૨૧ લાખ રાજકીય વિજ્ઞાપનો કરાયા હતા. તમામ પક્ષોએ આ માટે રૂપિયા ૨૬.૫ કરોડનો ખર્ચ કર્યો હતો.
ઉપરાંત ગુગલ, યુટયુબ અને તેની સહાયક કંપનીઓ પર ૧૯ ફેબુ્રઆરી, ૨૦૧૯થી અત્યાર સુધી ૧૪૮૩૭ વિજ્ઞાપનો માટે રાજકીય પક્ષોએ રૂપિયા ૨૭.૩૬ કરોડનો ખર્ચ કર્યો હતો. શાસક ભાજપે ફેસબુકમાં ૨૫૦૦ ઉપરાંત વિજ્ઞાપનો કર્યા હતા જેની પાછળ ૪.૨૩ કરોડનો ખર્ચ કર્યો હતો.'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' ભારત કે મનકી બાત અને નેશનલ વિથ નમો જેવા પેજને સોશિયલ મીડિયામાં નેટવર્કીંગ વેબસાઇટ પર વિજ્ઞાપનો માટે ચાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
ગુગલના મંચ પર ભાજપે રૂપિયા ૧૭ કરોજ કરતાં વધુ ખર્ચ કર્યો હતો.કોંગ્રેસે ફેસબુક પર ૩૬૮૬ વિજ્ઞાપનો પાછળ ૧.૪૬ કરોડનો ખર્ચ કર્યો હતો. તો ગુગલ પર ૪૨૫ વિજ્ઞાપનો માટે ૨.૭૧ કરોડનો ખર્ચ કર્યો હતો. તૃણમુલ કોંગ્રેસે ૨૯.૨૮ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ ફેસબુક પર ૧૭૬ વિજ્ઞાપનો માટે ૧૩.૬૨ કરોડનો ખર્ચ કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YEhwfX
via Latest Gujarati News
0 Comments