એપ્રિલમાં સોનાની આયાત 54 ટકા વધી 3.97 અબજ ડોલર રહી

 નવી દિલ્હી, તા. 20 મે, 2019, સોમવાર

એપ્રિલમાં ગોલ્ડની આયાત ૫૪ ટકા વધી ૩.૯૭ અબજ ડોલર રહી હતી, જેને કારણે દેશની વેપાર ખાધમાં વધારો થવાની તથા ચાલુ ખાતાની ખાધ વધવાનો ભય રહેલો છે. એપ્રિલ ૨૦૧૮માં ગોલ્ડની આયાત ૨.૫૮ અબજ ડોલર રહી હતી, એમ વાણિજ્ય મંત્રાલયના આંકડા જણાવે છે.

ગોલ્ડની આયાતમાં વધારાને કારણે દેશની વેપાર ખાધ એપ્રિલમાં ૧૫.૩૩ અબજ ડોલર સાથે પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહી છે. ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં દેશની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના ૨.૫૦ ટકા રહી હતી જે તેના એક વર્ષ પહેલા ૨.૧૦ ટકા હતી. 

ઊંચી વેપાર ખાધને કારણે ચાલુ ખાતાની ખાધ વધી હતી. જો કે વિદેશી હૂંડિયામણ અનામતમાં પણ વધારો થતો રહ્યો છે.

ફેબુ્રઆરીમાં આયાતમાં નેગેટિવ ગ્રોથ જોયા બાદ ગોલ્ડ આયાતમાં દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી છે. માર્ચમાં તે ૩૧ ટકા વધીને ૩.૨૭ અબજ ડોલર રહી હતી. જ્વેલરી ઉદ્યોગની માગને કારણે ભારત ગોલ્ડનો મોટો આયાતકાર દેશ રહે છે. સામાન્ય રીતે ભારતની ગોલ્ડની વાર્ષિક આયાત ૮૦૦થી ૯૦૦ ટન જેટલી રહે છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JvIdA5
via Latest Gujarati News

Post a Comment

0 Comments