મુંબઈ, તા. 20 મે, 2019, સોમવાર
ઈ-કોમર્સ પોલિસી અને ડેટા પ્રોટેકશન લોઝ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને રહેલી અનિશ્ચિતતા જ્યાંસુધી સ્પષ્ટ ન થાય ત્યાંસુધી ઈન્વેસ્ટમેન્ટ માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓએ અભિગમ ધરાવ્યો છે.
એમેઝોન, ફિલપકાર્ટ, ફેસબુક સહિતની ઈ-કોમર્સ કંપનીઓના આગેવાનો ડીપાર્ટમેન્ટ ફોેર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી), નાણાં મંત્રાલય અને ઈનફરમેશન ટેકનોલોજી મંત્રાલયના સીનિયર અધિકારીઓની મુલાકાત લેવા ઈરાદો ધરાવે છે.
અનેક પ્રશ્નોના હજુ જવાબો અનુત્તર છે. ઈ-કોમર્સ પોલિસી ડેટા પ્રોટેકશનની વાત કરે છે. ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) પોલિસીમાં બદલાવને કારણે કંપનીઓએ કરવા પડેલા ફેરફાર વેપારને હજુપણ અસર કરી રહ્યા છે.
આ મુદ્દે નવી સરકાર કેવી નીતિ અપનાવવા માગે છે તે અમારે જાણવું છે એમ એક ઈ-કોમર્સ કંપનીના સીનિયર એડવાઈઝરે જણાવ્યું હતું. ડેટા પ્રોટેકશન લોઝને લઈને આ કંપનીઓ ચિંતીત છે. આ કાયદા પ્રમાણે વિદેશની દરેક કંપનીઓએ ભારતીય વપરાશકારોના ડેટા ભારતમાં જ જાળવી રાખવાના રહે છે.
આ કંપનીઓની સમશ્યા એે છે કે સરકાર આ ડેટાઓને વિદેશમાં પ્રોસેસ કરવાની છૂટ નથી આપતી. આને કારણે વેપાર પર અસર થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
અનેક કંપનીઓએ તેમની ઈન્વેસ્ટમેન્ટ યોજના મોકૂફ રાખી છે. જ્યાં સુધી નીતિઓમાં સ્પષ્ટતા નહીં હોય ત્યાંસુધી ઈ-કોમર્સ કંપનીઓ નવા ઈન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર રહેશે, એમ પણ જણાવાઈ રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JRHbgV
via Latest Gujarati News
0 Comments