એક્ઝિટ પોલમાં NDAને સ્પષ્ટ બહુમતની આગાહીએ સેન્સેક્સ ૧૪૨૨ પોઈન્ટની છલાંગે ૩૯૩૫૩ નવી ઐતિહાસિક ઊંચાઈએ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 20 મે, 2019, સોમવાર

લોકસભા ચૂંટણી રવિવારે પૂરી થયા બાદ સાંજે આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં ફરી એનડીએ બહુમત મેળવીને કેન્દ્રમાં સરકાર રચશે એવા સ્પષ્ટ અનુમાન આવતાં ભારતીય શેર બજારોમાં આજે ફંડો, મહારથીઓ, બિગબુલ સહિતમાં મહાગજાના ખેલાડીઓએ શેરોમાં સાર્વત્રિક અદ્ભૂત તોફાની તેજી કરી મૂકીને સેન્સેક્સને ૩૯૦૦૦ની અને નિફટીને ૧૧૮૦૦ની સપાટી પાર કરાવી ઐતિહાસિક નવી વિક્રમી ઊંચી સપાટીએ મૂકી દીધા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો ૪૮ પૈસા મજબૂત બનીને રૂ.૬૯.૭૪ રહ્યો હતો. પાછલા દિવસોમાં ચૂંટણીના  અસ્પષ્ટ અનુમાનો અને અમેરિકા-ચાઈનાના ટ્રેડ ટેન્શનના પરિણામે ફોરેન  ફંડોએ શેરોમાં દરેક ઉછાળે મોટાપાયે વેચવાલ બનીને તેજીના વળતાં પાણી કરાવ્યા બાદ ગત સપ્તાહના અંતિમ દિવસોમાં લોકલ ફંડોના સથવારે મહારથીઓએ શોર્ટ કવરિંગ સાથે તેજી કર્યા બાદ ગઈકાલે રવિવારે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરૂ થયા બાદ સાંજે જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલ-ચૂંટણીના સર્વેક્ષણમાં ભાજપને વર્ષ ૨૦૧૪ની તુલનાએ ઓછી સીટો છતાં એનડીએ બહુમત અને ૩૦૦થી વધુ સીટ જીતીને ફરી સરકાર રચશે એવા અનુમાનો રજૂ થતાં આજે બજારમાં અપેક્ષિત ગેપ અપ ઓપનીંગ થયું હતું. કેન્દ્રમાં ફરી સ્થિર સરકાર રચાવાની એક્ઝિટ પોલની અપેક્ષાએ આર્થિક મોરચે વિકાસને વેગ મળવાની અને બેંકિંગ, ઓટોમોબાઈલ, પાવર  સહિતના ઉદ્યોગોમાં ફરી તેજીની અપેક્ષાએ આ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં આક્રમક લેવાલી સાથે પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી, એફએમસીજી શેરોમાં ઓલ રાઉન્ડ ફંડોની લેવાલી નીકળતાં સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવીને અંતે ૧૪૨૧.૯૦ પોઈન્ટની છલાંગે ૩૯૩૫૨.૬૭ અને નિફટી સ્પોટ ૪૨૧.૧૦ પોઈન્ટ ઉછળીને ૧૧૮૨૮.૨૫ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા. શેરોમાં આજે અદ્ભુત ઓલ રાઉન્ડ આક્રમક તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ જંગી રૂ.૫.૨૪ લાખ કરોડ વધીને રૂ.૧૫૧.૮૨ લાખ કરોડ પહોંચ્યું હતું.

સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવી ૩૯૪૧૨ નવો ઈતિહાસ રચી અંતે ૧૪૨૨ પોઈન્ટની છલાંગે ૩૯૩૫૩ નવી ઊંચાઈએ

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત ગેપ અપ ઓપનીંગે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૭૯૩૦.૭૭ સામે ૩૮૭૦૧.૧૮ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ શેરોમાં ઈન્ડસઈન્ડ બેક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, કોટક બેંક સહિતમાં તેજી થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં પણ ટાટા મોટર્સના પરિણામ પૂર્વે ફંડોની તેજી સાથે મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ઓએનજીસી, ભારતી એરટેલ, વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતમાં આક્રમક લેવાલી થતાં સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવીને એક તબક્કે ૧૪૮૧.૭૯ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૯૪૧૨.૫૬ નવી ઊંચાઈનો વિક્રમ બનાવી અંતે ૧૪૨૧.૯૦ પોઈન્ટની છલાંગે ૩૯૩૫૨.૬૭ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૨૦૦૦ની તૈયારીમાં : ૧૧૮૪૫ નવો ઈતિહાસ રચી અંતે ૪૨૧ પોઈન્ટ ઉછળીને ૧૧૮૨૮ની વિક્રમી ઊંચાઈએ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૪૦૭.૧૫ સામે ૧૧૬૫૧.૯૦ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ,  ઈ ન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ સાથે અન્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસીમ, અદાણી પોર્ટસ, આઈઓસી, ઓએનજીસી, બીપીસીએલ, હિન્દાલ્કો, સિપ્લા, એશીયન પેઈન્ટસ, વેદાન્તા, ટાઈટન, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ સહિતમાં તેજીએ એક તબક્કે ૧૧૮૪૫.૨૦ નવો ઈતિહાસ રચી અંતે ૪૨૧.૧૦ પોઈન્ટ ઉછળીને ૧૧૮૨૮.૨૫ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૨૦૦૦નો કોલ ૩૭.૫૫ થી ઉછળીને ૧૪૧.૯૦ : નિફટી ૧૧,૫૦૦નો પુટ ૨૮૨.૨૫ થી તૂટીને ૬૬

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ગેપ અપ ઓપનીંગ સાથે ફંડો-મહારથીઓએ આક્રમક તેજી કરીને ખેલંદાઓના મંદીના ઓળીયા આંચકી લેવા સાથે ખોટના મોટા ખાડામાં ઊતારી દીધાની ચર્ચા હતી. નિફટી ૨૩,મે એક્સપાઈરીનો વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૦૦૦નો કોલ ૧,૮૧,૯૭૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૫૧૨.૨૩ કરોડના કામકાજે ૩૭.૫૫ સામે ૫૩.૦૫ મથાળે ખુલીને નીચામાં ૫૦ થઈ ઉછળીને ૧૪૯.૨૫ સુધી જઈ અંતે ૧૪૧.૯૦ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૧૧,૭૪૪ કોન્ટ્રેકટસમાં રૂ.૯૭૨૯.૭૮ કરોડના કામકાજે ૨૮૨.૨૫ સામે ૧૪૯.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૬૧.૩૦ થઈ તૂટીને ૬૨ સુધી આવી અંતે ૬૬ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૯૭,૦૬૦ કોન્ટ્રેકટસમાં રૂ.૮૭૧૭.૪૪ કરોડના કામકાજે ૭૬.૧૫  સામે ૧૧૪.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૦૧.૯૫ થઈ ઉછળીને ૨૪૦.૮૦ સુધી પહોંચી અંતે ૨૨૫.૯૦ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૯૩,૫૬૯ કોન્ટ્રેકટસમાં રૂ.૮૭૮૬.૨૬ કરોડના કામકાજે ૮.૫૫ સામે ૧૧.૫૫ મથાળે ખુલીને નીચામાં ૭.૧૦ થઈ વધીને ૩૩ સુધી જઈ અંતે ૩૧.૮૦ રહ્યો હતો. 

બેંક નિફટી ફયુચર ૨૯,૪૮૩ થી વધીને ૩૦,૭૯૫ : નિફટી મે ફયુચર ૧૧,૪૨૫ થી ઉછળીને ૧૧,૮૭૧

બેંક નિફટી મે ફયુચર ૨,૧૦,૧૪૦ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૮૨૪.૮૬ કરોડના કામકાજે ૨૯,૪૮૩.૪૫ સામે ૩૦,૧૮૫.૦૫ મથાળે ખુલીને નીચામાં ૩૦,૦૬૦.૫૦ થઈ વધીને ૩૦,૮૮૫.૪૫ સુધી જઈ અંતે ૩૦,૭૯૫.૯૦ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૨,૧૧,૮૭૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૮,૬૬૩.૭૬ કરોડના કામકાજે ૧૧,૪૨૫.૮૦ સામે ૧૧,૬૫૧.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૦૧.૧૦ થઈ વધીને ૧૧,૮૭૭.૩૦ સુધી પહોંચી અંતે ૧૧,૮૭૧.૪૫ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો ૩૦,મે એક્સપાઈરીનો પુટ ૧૫૩.૬૫ સામે ૧૨૨.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨૨.૩૦ થઈ તૂટીને ૪૮.૧૫ સુધી આવી અંતે ૫૨ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈ. શેરોમાં આક્રમક તેજી : બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ, સ્ટેટ બેંક, યશ બેંક, ફેડરલ બેંક, એક્સીસ ઉછળ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો, મહારથીઓએ ઓલ રાઉન્ડ તોફાની તેજી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૩૭.૬૨ પોઈન્ટ ઉછળીને ૩૪૪૪૧૬.૫૪ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૧૦.૮૦ ઉછળીને રૂ.૧૨૨.૮૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧૮.૭૫ ઉછળીને રૂ.૧૪૯૨.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૫.૬૫ વધીને રૂ.૩૪૪.૬૦, યશ બેંક રૂ.૯.૦૫ વધીને રૂ.૧૪૩.૬૦, ફેડરલ બેંક રૂ.૫.૦૫ વધીને રૂ.૧૦૩.૫૦, એક્સીસ બેંક રૂ.૩૪.૬૦ વધીને રૂ.૭૮૨.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭.૫૦ વધીને રૂ.૪૦૭.૮૦, એચડીએફસી બેંક રૂ.૭૧.૩૦ વધીને રૂ.૨૪૩૨.૯૫, સિટી યુનિયન બેંક રૂ.૫.૮૦ વધીને રૂ.૨૦૪.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૧.૩૦ વધીને રૂ.૧૫૦૨, આઈબી વેન્ચર્સ રૂ.૪૯.૧૦ ઉછળીને રૂ.૩૪૭.૫૦, આઈએફસીઆઈ રૂ.૧.૯૦ વધીને રૂ.૧૬.૧૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૮૯.૯૦ ઉછળીને રૂ.૮૧.૦૫, ડીએચએફએલ રૂ.૧૨.૫૦ વધીને રૂ.૧૨૫.૧૦, કેનફિન હોમ રૂ.૩૫.૩૦ વધીને રૂ.૩૫૫.૩૫, એડલવેઈઝ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૧૭૦.૦૫, ઉજ્જિવન રૂ.૩૨.૪૦ વધીને રૂ.૩૪૦.૬૦, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૪૫ વધીને રૂ.૯૦.૧૦, ફાઈવ પૈસા રૂ.૨૮.૫૫ વધીને રૂ.૩૧૪.૧૦, આઈડીબીઆઈ રૂ.૩.૧૫ વધીને રૂ.૩૭.૫૫, ભારત ફિન રૂ.૭૪ વધીને રૂ.૯૨૩.૯૫, અલ્હાબાદ બેંક રૂ.૩.૭૦ વધીને રૂ.૪૬.૩૦, કેનેરા બેંક રૂ.૨૦.૮૦ વધીને રૂ.૨૬૬.૫૫, રિલાયન્સ કેપિટલ રૂ.૯.૨૦ વધીને રૂ.૧૨૪.૧૫, ઈન્ડિયન બેંક રૂ.૧૮.૮૦ વધીને રૂ.૨૫૪.૭૦, બંધન બેંક રૂ.૪૨.૭૫ વધીને રૂ.૬૦૪.૩૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૨૯.૩૫ વધીને રૂ.૪૦૯, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૮.૯૦ વધીને રૂ.૧૨૬.૧૦, હુડકો રૂ.૨.૯૦ વધીને રૂ.૪૧.૪૦, શ્રેઈ ઈન્ફ્રા રૂ.૧.૫૫ વધીને રૂ.૨૪.૨૦ રહ્યા હતા. 

ઓટો શેરોમાં મોટું કવરિંગ : ટાટા મોટર્સ પરિણામ પૂર્વે ઉછળ્યો : મધરસન, કયુમિન્સ, ભારત ફોર્જ, મારૂતી, મહિન્દ્રા વધ્યા

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદ માંગનું સતત સંકટ રહ્યા સામે એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરી સ્પષ્ટ બહુમત ધરાવતી સ્થિર સરકાર રચાવાની અપેક્ષાએ ઓટો ઉદ્યોગમાં ફરી માંગ વૃદ્વિની અપેક્ષાએ ફંડોએ શોર્ટ કવરિંગ સાથે આક્રમક લેવાલી કરી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૫૨.૮૦ પોઈન્ટની છલાંગે ૧૮૯૮૧.૯૭ બંધ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૯.૭૫ વધીને રૂ.૧૨૭.૧૫, ટાટા મોટર્સ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૯૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૫૧.૩૦ વધીને રૂ.૭૬૩, ભારત ફોર્જ રૂ.૩૦.૧૫ વધીને રૂ.૪૮૪.૯૫, મારૂતી સુઝુકી રૂ.૩૮૧.૧૫ વધીને રૂ.૭૦૮૮.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૩ વધીને રૂ.૬૫૪.૨૫, ટીવીએસ મોટર રૂ.૨૪.૨૦ વધીને રૂ.૪૯૪.૦૫, અશોક લેલેન્ડ રૂ.૩.૨૫ વધીને રૂ.૮૭.૫૫, એકસાઈડ રૂ.૭.૮૦ વધીને રૂ.૨૧૪.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૮૬.૬૦ વધીને રૂ.૨૭૧૦.૧૦, બોશ રૂ.૩૪૨.૩૦ વધીને રૂ.૧૭૫૮૦.૧૫, આઈશર મોટર્સ રૂ.૩૪૨.૬૦ વધઝીને રૂ.૨૧,૩૦૨.૩૦, એમઆરએફ રૂ.૩૩૦.૩૫ વધીને રૂ.૫૪,૭૨૪ રહ્યા હતા.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : અદાણી પાવર, રિલાયન્સ ઈન્ફ્રા, અદાણી ટ્રાન્સમિશન, ટાટા પાવર, ભેલ, લાર્સન વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક લેવાલી થતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૯૬.૮૩ પોઈન્ટ ઉછળીને ૧૮૭૩૫.૪૧ બંધ રહ્યો હતો. અદાણી પાવર રૂ.૬.૨૦ વધીને રૂ.૪૬.૮૦, રિલાયન્સ ઈન્ફ્રા રૂ.૧૩.૫૦ વધીને રૂ.૧૨૧.૩૫, અદાણી ટ્રાન્સમિશન રૂ.૧૮.૪૫ વધીને રૂ.૨૨૩.૮૫, ટાટા પાવર રૂ.૪.૪૦ વધીને રૂ.૬૫.૮૫, ભેલ રૂ.૪.૦૫ વધીને રૂ.૬૬.૧૦, કેઈસી રૂ.૧૬.૪૦ વધીને રૂ.૨૯૩.૪૫, સિમેન્સ રૂ.૬૨.૯૫ વધીને રૂ.૧૧૮૯, ટોરન્ટ પાવર રૂ.૧૧.૫૦ વધીને રૂ.૨૪૭.૯૦, થર્મેક્સ રૂ.૪૫ વધીને રૂ.૯૯૪, એનટીપીસી રૂ.૩.૩૫ વધીને રૂ.૧૨૯.૧૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૮૮, સુઝલોન ૬૨ પૈસા વધીને રૂ.૫.૮૪, સીજી પાવર રૂ.૩.૩૦ વધીને રૂ.૩૮.૯૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૮૯.૧૫ વધીને રૂ.૧૪૫૧.૦૫ રહ્યા હતા. 

રૂપિયો મજબૂત બનતાં અને ક્રુડના ઘટતાં ભાવોએ એચપીસીએલ, ઓએનજીસી, આઈઓસી, રિલાયન્સ ઈન્ડ., બીપીસીએલ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવ્યા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ૪૮ પૈસા મજબૂત બનીને રૂ.૬૯.૭૪ થઈ જતાં ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. એચપીસીએલ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૨૯૩.૬૦, ઓએનજીસી રૂ.૮.૯૦ વધીને રૂ.૧૭૬.૦૫, આઈઓસી રૂ.૭.૭૫ વધીને રૂ.૧૫૭.૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯.૮૦ વધીને રૂ.૧૩૨૫.૫૦, બીપીસીએલ રૂ.૧૬.૭૦ વધીને રૂ.૩૯૨.૫૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૬.૨૫ વધીને રૂ.૧૮૨.૮૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૧૧.૪૫ વધીને રૂ.૩૪૪.૪૦ રહ્યા હતા.

લાંબા સમય બાદ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી : ૨૦૧૯ શેરો પોઝિટીવ બંધ : ૧૯૫ શેરોમાં તેજીની સર્કિટ

ઘણાં દિવસો બાદ આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ વ્યાપક તેજી થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૧૯ અને ઘટનારની સંખ્યા ૬૦૯ રહી હતી. ૧૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FIIની કેશમાં રૂ.૧૭૩૪ કરોડની ખરીદી,  ફયુચર્સમાં રૂ.૧૮૬૪ કરોડની ખરીદી : DIIની કેશમાં રૂ.૫૪૩ કરોડની વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-સોમવારે કેશમાં રૂ.૧૭૩૪.૪૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૬૧૦.૬૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૮૭૬.૨૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૧૮૬૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૦૭૦.૮૭ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૭૯૨.૯૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૫૪૨.૭૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૧૨૯.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૬૭૨.૨૩  કરોડની વેચવાલી થઈ હતી. 

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૨૪ લાખ કરોડ વધીને રૂ.૧૫૧.૮૨ લાખ કરોડ થયું

શેરોમાં આજે અદ્ભુત ઓલ રાઉન્ડ આક્રમક તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ જંગી રૂ.૫.૨૪ લાખ કરોડ વધીને રૂ.૧૫૧.૮૨ લાખ કરોડ પહોંચ્યું હતું.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JvIdQB
via Latest Gujarati News

Post a Comment

0 Comments