કાશ્મીર સરહદે પાક.ની ભારત વિરોધી નાપાક ગતિવિધિ યથાવત્ : ભારતીય સૈન્ય


(પીટીઆઈ) ઉધમપુર, તા. 20 મે, 2019, સોમવાર

જમ્મુ-કાશ્મીરની સરહદે પાકિસ્તાને ભારત વિરોધી ગતિવિધિ શરૂ રાખી હતી. ભારતીય લશ્કરના અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને સતત ભારત વિરોધી પ્રવૃત્તિ અકબંધ રાખી છે, પરંતુ ભારતે પણ વળતો જવાબ આપીને સ્થિતિને કાબુમાં રાખી છે.

જમ્મુ-કાશ્મીરની સરહદે પાકિસ્તાને ભારત વિરોધી પ્રવૃત્તિ રમજાન દરમિયાન પણ ચાલુ રાખી છે. ભારતીય લશ્કરના લેફ્ટ. જનરલ રણવીર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રમજાન દરમિયાન સામાન્ય રીતે પાકિસ્તાન યુદ્ધવિરામની સ્થિતિ જાળવી રાખવા માટે ભારતને રજૂઆત કરે છે.

લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરની મેલી નીતિ વધુ એક વખત ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવી છે. પાક. લશ્કર આતંકવાદીઓ અને ડ્રગ્સને ભારતમાં ઘૂસાડવામાં સક્રિય ભૂમિકા ભજવતું હતું. તેની સામે ભારતે પણ વળતો જવાબ આપીને ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારતીય લશ્કરે કહ્યું હતું કે આ વર્ષમાં સરહદેથી ઘૂસતા ૮૬ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. સ્થિતિ કાબુમાં છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાને ભારતની સરહદે શસ્ત્રવિરામ ભંગ કરવાની સાથે સાથે એક તરફ ડ્રગ્સના રેકેટને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું.

તો બીજી તરફ આતંકવાદીઓને ઘૂસાડવામાં પણ મદદ ચાલુ રાખી હતી. લશ્કરી અધિકારી રણવીર સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને પ્રોક્સી વોર ચાલુ રાખ્યું છે, પરંતુ ભારતે સતત જવાબ આપીને તેના બદ ઈરાદાને સફળ થવા દીધા નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JNqTWy
via Latest Gujarati News

Post a Comment

0 Comments