એપ્રિલમાં ભારતનું ક્રુડ સ્ટીલનું ઉત્પાદન 86.62 લાખ ટન પર સ્થિર રહ્યું

નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ભારતનું  ક્રુડ સ્ટીલનું ઉત્પાદન ૮૬.૬૨ લાખ ટન પર સ્થિર રહ્યું હતું એમ સત્તાવાર આંકડા જણાવે છે. એપ્રિલ ૨૦૧૮માં દેશનું ક્રુડ સ્ટીલનું ઉત્પાદન ૮૬.૫૩ લાખ  ટન રહ્યું હતું એમ જોઈન્ટ પ્લાન્ટ કમિટિ (જેપીસી)ના આંકડા જણાવે છે.

૨૦૧૯ના એપ્રિલમાં ક્રુડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૦.૧૦ ટકા વધુ થયું છે. 

સરકારી સ્ટીલ કંપની સેઈલ, રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિ. તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓ જેમ ટાટા સ્ટીલ, એસ્સાર સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ તથા જિંદાલ સ્ટીલનું સંયુકત ઉત્પાદન ૫૦.૮૨ લાખ ટન રહ્યું હતું જ્યારે ૩૫.૮૦ લાખ ટન અન્ય ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન કરાયું હતું.

વર્તમાન વર્ષના એપ્રિલમાં હોટ મેટલનું ઉત્પાદન ૧.૪૦ ટકા ઘટીને ૫૮.૨૫ લાખ ટન રહ્યું છે, જે એપ્રિલ ૨૦૧૮માં ૫૯.૦૭ લાખ ટન રહ્યું હતું. પિગ આયર્નનું ઉત્પાદન ૩.૯૦ ટકા વધી ૫.૩૭  લાખ ટન રહ્યું હતું. જે ગયા વર્ષના એપ્રિલમાં ૫.૧૭ લાખ ટન રહ્યું હતું.

ભારતમાં જોઈન્ટ પ્લાન્ટ કમિટિ એક માત્ર એવી સંસ્થા છે જે ઘરઆંગણે ઉત્પાદિત થતા સ્ટીલ તથા આયર્નના આંકડા એકત્રિત કરે છે. 

 નાણાં વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં દેશની ક્રુડ સ્ટીલની ઉત્પાદન ક્ષમતા વધારીને ૩૦ કરોડ ટન કરવા ભારતે લક્ષ્યાંક રાખ્યો છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YKTGiC
via Latest Gujarati News

Post a Comment

0 Comments